Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHUJ : પીએમ મોદીના સંભવિત કાર્યક્રમની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત થનારા કામની સંભવિત યાદી સાથે સમગ્ર કાર્યક્રમની તૈયારીની રૂપરેખા રજૂ કરી હતી.
bhuj   પીએમ મોદીના સંભવિત કાર્યક્રમની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
Advertisement
  1. BHUJ માં પીએમ મોદીના સંભવિત કાર્યક્રમની તૈયારીઓ અંગે સમીક્ષા
  2. પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
  3. સર્વે ધારાસભ્યો, વહીવટી અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા
  4. સ્થળ પર જઈ મુલાકાત કરી, તૈયારીઓ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા

ભુજ ખાતે (BHUJ) 26 મેના રોજ યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સંભવિત કાર્યક્રમનાં (PM Narendra Modi in Gujarat) આયોજન અનુંસંધાને પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાના (Praful Pansheriya) અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. કચ્છ જિલ્લા કલેકટર આનંદ પટેલે ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમનાં સ્થળ, મંડપ વ્યવસ્થા, આમંત્રિત મહેમાનો તથા જનમેદની માટે બેઠક વ્યવસ્થા,પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થાપન, વીજળી,શૌચાલય સહિતની તૈયારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારીમંત્રીને પૂર્વ તૈયારીઓ અંગેની વિગતોથી અવગત કર્યા હતા.

Advertisement

 આ પણ વાંચો - Sabar Dairy : મતદારોને અંકે કરવા સ્થાનિક મંડળીઓના ચેરમેન સાથે સેટિંગના થયા આક્ષેપો

Advertisement

વ્યવસ્થાપન સમિતિઓની જાણકારી મેળવી, જરૂરી સૂચનો આપ્યા

આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત થનારા કામની સંભવિત યાદી સાથે સમગ્ર કાર્યક્રમની તૈયારીની રૂપરેખા રજૂ કરી હતી. પ્રભારીમંત્રીએ કચ્છ વહીવટી તંત્રનાં સમગ્ર આયોજન તથા કામગીરી માટે નિમણૂક થયેલી વ્યવસ્થાપન સમિતિઓની જાણકારી મેળવીને સૂચારૂં આયોજન અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા (Vinod Chavda), જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તથા સર્વ ધારાસભ્ય કેશુભાઇ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજાએ પણ હાજર રહ્યા હતા.

 આ પણ વાંચો - Dahod MGNREGA scam case : મંત્રી બચુભાઈ ખાબડના ફરાર થયેલા બીજા પુત્રની પણ ધરપકડ

કાર્યક્રમનાં સ્થળની જાત મુલાકાત પણ લીધી, માર્ગદર્શન આપ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમનાં અનુંસંધાને પ્રભારીમંત્રી (Praful Pansheriya), સાંસદ, સર્વ ધારાસભ્યો, કલેક્ટર તથા વહીવટી તંત્રની સમગ્ર ટીમે ભુજ-મિરઝાપર રોડ પર કાર્યક્રમનાં સ્થળની (BHUJ) જાત મુલાકાત પણ લીધી હતી અને પૂર્વ તૈયારીની રૂબરૂ સમીક્ષા કરીને જરૂરી સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સૂંડા, ડીપીએ ચેરમેન સુશિલકુમાર સિંગ, પ્રાંત અધિકારી અનિલ જાદવ, આગેવાન દેવજીભાઇ વરચંદ તથા સંબંધિત વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ, વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : કૌશિક છાંયા, કચ્છ

 આ પણ વાંચો - VADODARA : RAPIDO ના રાઇડરે યુવતિને ખોટા રસ્તે લઇ જઇને અડપલાં કર્યા

Tags :
Advertisement

.

×