Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કચ્છના Bhuj માં લોહીયાળ ખેલ, વાણીયાવાડમાં પૈસાની લેતીદેતીમાં વૃદ્ધની હત્યાથી ચકચાર

ભુજના વ્યસ્ત ગણાતા વાણીયાવાડ વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ માનવીય સંબંધો પર સવાલ ઉભા કર્યા છે. માત્ર થોડા પૈસાની લાલચમાં એક પરિચિતે જ વૃદ્ધની જિંદગીનો અંત આણી દીધો. ઘટના બાદ હત્યારો પોતે પોલીસના શરણે ગયો હોવાની વિગતો વધુ ચોંકાવનારી છે. આ હત્યા પાછળ છુપાયેલા નાણાકીય વ્યવહારોની ઊંડી ગડમથલ અને પોલીસની કાર્યવાહીની વિગતો પંથકમાં ચર્ચાનો વિષય બની છે.
કચ્છના bhuj માં લોહીયાળ ખેલ  વાણીયાવાડમાં પૈસાની લેતીદેતીમાં વૃદ્ધની હત્યાથી ચકચાર
Advertisement
  • Bhuj ના વાણીયાવાડમાં વૃદ્ધની હત્યાથી સમગ્ર કચ્છમાં ખળભળાટ
  • પૈસાની લેતીદેતીમાં રશ્મી કુમાર શાહ નામના વૃદ્ધની કરપીણ હત્યા
  • આરોપી નિલેશ શાહે બોથડ પદાર્થના ઘા ઝીંકી લીધો મિત્રનો જીવ
  • હત્યા કર્યા બાદ આરોપીએ પોતે જ પોલીસ સમક્ષ કરી શરણાગતિ
  • ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી
  • શાહ પરિવારમાં શોકનું મોજું, અંગત અદાવતની દિશામાં તપાસ શરુ

કચ્છના મુખ્ય મથક ભુજ (Bhuj) ના હાર્દ સમાન વાણીયાવાડ (Vaniyavad) વિસ્તારમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. નાણાકીય વ્યવહારોમાં સર્જાયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને આશ્ચર્યનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×