Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ટીમને પાઠવ્યા અભિનંદન

ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ 61 રને ભવ્ય વિજય મેળવીને સુપર-8 રાઉન્ડમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. આ ઐતિહાસિક જીત બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર ખેલાડીઓના અદભૂત 'ટીમ વર્ક' અને કૌશલ્યને બિરદાવતા હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. હાર્દિક અને બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓના જાદુ બાદ મુખ્યમંત્રીએ જે પ્રકારે પ્રોત્સાહન આપ્યું છે, તે ચાહકોમાં નવો ઉત્સાહ જગાવી રહ્યો છે.
પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ટીમને પાઠવ્યા અભિનંદન
Advertisement
  • CM ભૂપેન્દ્રભાઇ પટેલે ભારતીય ટીમને જીતના પાઠવ્યા અભિનંદન (Bhupendrabhai Patel Congratulates Team India)
  • મુખ્યમંત્રીએ ભારતીય ખેલાડીઓના ભરપૂર કર્યા વખાણ
  • ભારતીય ટીમને આગામી મેચો માટે આપી ખાસ શુભેચ્છાઓ

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારતે મેળવેલી ધમાકેદાર જીતથી સમગ્ર દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. આ ખાસ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે (Bhupendra Patel) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' ના માધ્યમથી ભારતીય ટીમને (Team India) હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટીમની એકતા અને મેદાન પરના અદભૂત કૌશલ્યની મુક્તમણે પ્રશંસા કરી છે.

Advertisement

Bhupendrabhai Patel Congratulates Team India : CMએ પાઠવ્યા અભિનંદન

મુખ્યમંત્રીએ પોતાની પોસ્ટમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને બિરદાવતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન પર શાનદાર વિજય મેળવવા બદલ ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન. આ મેચમાં ખેલાડીઓ વચ્ચેનું ઉત્કૃષ્ટ ટીમ વર્ક અને રમત પ્રત્યેનો અનોખો જુસ્સો જોવા મળ્યો હતો. સીએમએ આગામી રાઉન્ડની મેચો માટે પણ ભારતીય ટીમને ખાસ શુભેચ્છાઓ પાઠવી છે.

Advertisement

CMએ ખેલાડીઓના ફોટા શેર કર્યા

મુખ્યમંત્રી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) જેવા સ્ટાર ખેલાડીઓ વિજયનો જશ્ન મનાવતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે, જેમાં તિલક વર્મા (Tilak Varma) સહિતના અન્ય ખેલાડીઓ પણ જીતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાતના સીએમની આ પોસ્ટને હજારો યુઝર્સે લાઈક અને શેર કરીને ભારતની જીત પર ગર્વ વ્યક્ત કર્યો છે.

નોંધનીય છે કે પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને (Ishan Kishan) માત્ર 40 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 77 રનની તોફાની ઈનિંગ રમી હતી, જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો. પાકિસ્તાનની ટીમ માત્ર  114 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત પર ગૃહમંત્રી અમિતભાઇ શાહે ટીમને અભિનંદન પાઠવ્યા,પાક.પર કસ્યો તંજ

Tags :
Advertisement

.

×