BZ GROUP Scam કેસમાં મોટો ખુલાસો, ખુદ ધારાસભ્ય જ કરતા હતાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ
- ખુદ ધારાસભ્ય કરતાં હતા ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ
- બાયડના ધારાસભ્ય ધવલસિંહનો વીડિયો આવ્યો સામે
- જેને રૂપિયા ડબલ કરતાં આવડે તે બધું જ કરી શકેઃ ધવલસિંહ
- BZ એજ્યુકેશન કેમ્પસના લોકાર્પણ વખતનો વીડિયો
BZ GROUP Scam: કરોડના કૌભાંડને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, BZ ગ્રુપના 6 હજારોના કરોડના કૌભાંડ કેસમાં અત્યારે મોટો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુબ ધારાસભ્ય કરતા હોવાનું સામે આવ્યું છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (MLA Dhavalsinh Zala)નો એક વીડિયો અત્યારે સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય ( MLA Dhavalsinh Zala) ખુબ ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala)નું માર્કેટિંગ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: BZ GROUP Scam : વિવિધ ઓફસમાંથી રૂ.16.38 લાખ રોકડ મળી : ADGP
કોઈએ ચિંતા કરવાની જરૂર નથીઃ બાયડના ધારાસભ્ય
ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (MLA Dhavalsinh Zala) કહીં રહ્યાં છે કે, ‘એકના બે અને બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે. જેને રૂપિયા ડબલ કરતાં આવડે તે બધું જ કરી શકે છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.’ એવું જાણવા મળ્યું છે કે, BZ એજ્યુકેશન કેમ્પસના લોકાર્પણ વખતનો આ વીડિયો છે. જેમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાડા BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ કરી રહ્યાં છે. આવી કરી જો ધારાસભ્ય ખુદ આવા કૌભાંડનું માર્કેટિંગ કરતા હોય તો સામાન્ય માણસો ભોળવાઈ જાય એ સ્વાભાવિક છે. કારણે અત્યારે સૌ કોઈને પૈસા જ કમાવવા છે.
આ પણ વાંચો: BZ GROUP Scam: BZ નામની તમામ ઓફિસો હાલ બંધ જોવા મળી, તપાસનો દોર યથાવત
BZ ગ્રૂપની તમામ ઓફિસો પર CID ની ટીમો દ્વારા એક સાથે દરોડા
અરવલ્લીનાં BZ ગ્રૂપ (BZ GROUP Scam) પર CID એ તવાઈ બોલાવી છે. આરોપ પ્રમાણે રૂપિયા 6 હજાર કરોડનું રાજ્યનું સૌથી મોટું કૌભાંડ કરનાર BZ ગ્રૂપનાં એજન્ટોની વિવિધ ઓફિસો પર CID ની ટીમો દ્વારા એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે, આ દરમિયાન એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ સાથે જ BZ ગ્રૂપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Jhala) પણ પોલીસ પકડથી હાલ દૂર છે. BZ ગ્રૂપની તપાસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે BZ ગ્રૂપ દ્વારા કેવી રીતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. તેની વિગતો સામે આવી છે. જેથી આ મામલે અત્યારે તપાસ ચાલી રહીં છે.
આ પણ વાંચો: Ponzi Schemeનું કૌંભાડ કરી ભૂપેન્દ્ર ઝાલાએ ખરીદી ગ્રોમોર કોલેજ..?