Jamnagar: જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ મોટા સમાચાર, પ્રવાસીઓને પરત લાવવા માટે રાજય સરકારના પ્રયાસો
- જમ્મુ-કાશ્મીરના રામબનની ઘટના પર આરોગ્ય મંત્રીનું નિવેદન
- શ્રીનગરથી પરત ફરી રહેલા 50 ગુજરાતી ફસાયા: ઋષિકેશ પટેલ
- તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે: ઋષિકેશ પટેલ
જમ્મુ-કાશ્મીરમાં થયેલા ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતી નાગરિકોને મદદ માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક પગલા ભરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી આજે જામનગરની મુલાકાતે હતા. તે દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, 50 ગુજરાતી ફસાયા છે. જેઓ શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બનવા પામી હતી. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. તેમજ તેઓને પરત લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સક્રિય પ્રયાસો કરવામાં આવશે. તેમજ કોઈને ઈજા થઈ નથી. રાજ્ય સરકાર સતત સંપર્કમાં રહીને તેમને વતન લાવવા પ્રયાસો કરી રહી છે.
#WATCH | Jamnagar: On Gujarat tourists stranded in J&K due to Ramban landslides, Gujarat Minister Rushikesh Patel says, "Tourists from Gujarat's Mehsana, Vadgam, Palanpur and Gandhinagar are stranded in J&K due to landslides. There is no casualty or injury... The J&K government… pic.twitter.com/rUJqlxmXwJ
— ANI (@ANI) April 21, 2025
સેંકડો પરિવારો બેઘર થઈ ગયા
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. અચાનક આવેલા ભારે પવન અને વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. આ વખતે હવામાને રામબન, રાજૌરી, જમ્મુ અને ઉધમપુરને સૌથી વધુ અસર કરી છે. રાજૌરીના કાલાકોટ ઉપ-જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે કરા અને ભારે વરસાદે ભારે તબાહી મચાવી હતી. જેમાં ભૂસ્ખલન પણ થયું હતું. જેમાં સેંકડો પરિવારો બેઘર થઈ ગયા અને સંપત્તિને ભારે નુકસાન થયું હતું. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાલાકોટ અને મોગલા બ્લોકનો સમાવેશ થાય છે, જ્યાં ભારે પવનથી આ વિસ્તાર તબાહ થઈ ગયો હતો. આ ઘટનાક્રમમાં ગુજરાતના 50 લોકો કાશ્મીરમાં ફસાયા હોવાનું સપાટી પર આવ્યું છે. ફસાયેલા તમામ હાલની સ્થિતીએ સુરક્ષિત છે, તે પૈકી મોટાભાગના મુસાફરો પાલનપુર અને ગાંધીનગરના છે. તેઓ કાશ્મીરમાં સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ ફરવા માટે ગયા હતા. તમામ મુસાફરો સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન થકી વહીવટી તંત્ર સંપર્કમાં છે.
આ પણ વાંચોઃ Tapi: શાળાઓમાં ધર્મને લઈ પ્રવૃતિ ન કરાવવા મામલો, જીલ્લા શિક્ષણાધિકારીએ આપ્યું નિવેદન
સરકાર ફસાયેલા તમામ લોકોની સંભવત તમામ મદદ કરી રહી છે
સુત્રોએ ઉમેર્યું કે, આ ઘટનાક્રમમાં કેટલાક વૈષ્ણોદેવી માતાના દર્શને ગયેલા શ્રદ્ધાળુઓ પહેલગામ અને શ્રીનગર ખાતે હતા. તેઓ પણ અટવાયા છે. પૂરની પરિસ્થિતી બાદ ત્યાં રસ્તા બંધ કરી દેવામાં આવતા તેઓ અટવાયા હોવાની માહિતી છે. માલપુર અને ધનસુરા તુલાકાના પ્રવાસીઓને રોકી દેવામાં આવ્યા છે. તેઓ શોફિયનના હિરપોરામાં અટવાયા છે. સ્થાનિક તંત્ર અને ગુજરાત સરકાર ફસાયેલા તમામ લોકોની સંભવત તમામ મદદ કરી રહી છે. અને તેમની સુરક્ષા અને સલામત રીતે પરત લાવવા માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Gujarat: ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ, ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી