Bhavnagar :મહુવામાં ડબલ મર્ડરમાં મોટો ખુલાસો, પોલીસે આરોપી જમાઈની કરી ધરપકડ
- ભાવનગરના મહુવામાં ડબલ મર્ડરમાં મોટો ખુલાસો
- જમાઈએ જ કરી દીધી હતી સાસુ-સસરાની હત્યા
- આરોપી અજય ભીલ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
ભાવનગરના મહુવામાં મોડી રાત્રે સંતાનોની સામે જ તેમના માતા-પિતાની હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં મોડી રાત્રે એક દીકરી સામે જ તેના માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. મહુવામાં બનેલા પતિ-પત્નીની હત્યાના ગુન્હાનું કારણ પણ ઘરની દીકરી જ હોવાનું સામે આવ્યું છે. પતિ-પત્ની અને દીકરી દીકરો ટીવી જોતા હતા. તે દરમિયાન એક શખ્સ ઘરમાં હાથમાં છરો લઈને ઘુસી આવ્યો અને માતા-પિતા પર તૂટી પડ્યો હતો. દીકરી સામે માતા-પિતા પર હુમલો થતા દીકરી ડરીને પડોશીમાં ઘરમાં ચાલી ગઈ હતી.
દંપતીની હત્યાથી હાહાકાર
ભાવનગર જિલ્લાના મહુવામાં ગત મોડી રાત્રે આઠ કલાકની આસપાસ પતિ પત્નીની બેવડી હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જેન્તીભાઈ વીરાભાઇ ડોણાસિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ કામેથી ઘરે આવ્યા ત્યારે તેમના માતાના ફોનમાં કોઈનો ફોન આવેલો કે તેમના મોટાભાઈ રમેશભાઈ અને તેમના પત્ની ભારતીબેનને કોઈએ છરી મારી દીધી છે. જેને પગલે તેઓ મહુવામાં તેમના મોટાભાઈ રમેશભાઈના ઘરે ખારના ઝાપે ગયા હતા. ત્યાં તેમની દીકરી વંદના હાજર હતી અને ત્યાં રમેશભાઈ બહાર જમીન પર લોહીલુહાણ પડ્યા હતા.
શા કારણે ખેલાયો ખુની ખેલ
ફરિયાદી જેન્તીભાઈએ વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મૃતક રમેશભાઈની દીકરી વંદનાને પૂછતાં તેને જણાવ્યું હતું કે, તે બહાર ઉભી હતી ત્યારે તેમના જીજાજી અજય બાઈક લઈને આવીને ઘરમાં ઘૂસી ગયા અને અને રાડારાડ થઈ હતી. ત્યારબાદ મારા પપ્પા લોહી લુહાણ હાલતમાં બહાર આવ્યા હતા. ત્યારબાદ નાની દીકરી અવનીશાને પૂછતા તેને જણાવ્યું હતું કે, તેમના માતા-પિતા શેટી પર બેસીને ટીવી જોતા હતા તેનો ભાઈ બહાર જવાની તૈયારી કરતો હતો, ત્યારે તેના જીજાજી અજય આવીને તેના ભાઈ દર્શનને કહ્યું તું નિકળ અને કમરમાંથી ચાકુ કાઢીને મારા મમ્મી સાથે ઝઘડો કરવા લાગતા મારા પપ્પા વચ્ચે પડ્યા હતા. જેમાં તેને પપ્પાને પેટમાં ચાકુ મારી દેતા તેઓ લોહી લુહાણ હાલતમાં બહાર ગયા.
અજય મારા મમ્મીને ચાકુ વડે મારવા લાગતા હું ડરીને પાડોશી સુરેશભાઈના ઘરે જતી રહીને બોલાવવા ગઈ હતી. ત્યાં સુધીમાં અજય બાઈક લઈને જતો રહ્યો હતો. વંદનાએ કહ્યું ઘરમાં જઈને જોયું તો તેના મમ્મી લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યા હતા અને હતા અને તે કશું બોલતા નોહતા. આથી 108ને બોલાવી અને ડોક્ટરોએ તપાસતા બંનેને મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Narmada: ડેડીયાપાડામાં AAP-ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ, ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરતા કાર્યકરોમાં રોષ
જમાઈએ સાસુ-સસરાની હત્યા
ફરિયાદીએ નોંધાવ્યું છે કે રમેશભાઈની દીકરી વંદનાને પૂછતા તેણે જણાવ્યું હતું કે, તેમની મોટી બહેન શોભાબેનના લગ્ન નવા ઝાપા રહેતા અજયભાઈ રાજુભાઈ ભીલ સાથે થયા હોય, ત્યારે તેમની બેન કોઈ જામનગરના શખ્સ સાથે દીકરાઓને મૂકીને ભાગી ગઈ હોય જેને લઈને અજય વારંવાર આવીને તેના માતા-પિતાને મનદુઃખ રાખીને ધોકા છરી વડે આવીને ધમકાવતો હતો. અજય વારંવાર તેના માતા-પિતાને શોભાબેનને પરત લાવી દેવા માટે ધમકીઓ આપતો હતો. આમ સમગ્ર હત્યાના પાછળનું કારણ સામે આવ્યું છે. પોલીસે આરોપી ને ગણતરી ની કલાકો માં ઝડપી પાડી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Panchmahal : 15 દિવસમાં ત્રણ બાળકોના શંકાસ્પદ મોત, તીવ્ર તાવ આવ્યા બાદ લથડી હતી તબિયત