ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : ડીસામાં ફેક્ટરીમાં લાગેલ આગ મામલે મોટો ખુલાસો, 14 મૃતકો પરપ્રાંતિય

બનાસકાંઠા જીલ્લાના ડીસા ખાતે ધમધમતી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીનાં ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા 19 મજૂરોનાં મોત થયા હતા. મૃતકોમાં 14 મજૂરો પરપ્રાંતિય હોવાનું સામે આવ્યું છે.
04:33 PM Apr 01, 2025 IST | Vishal Khamar
બનાસકાંઠા જીલ્લાના ડીસા ખાતે ધમધમતી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીનાં ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા 19 મજૂરોનાં મોત થયા હતા. મૃતકોમાં 14 મજૂરો પરપ્રાંતિય હોવાનું સામે આવ્યું છે.
deesa aag gujart first

બનાસકાંઠાનાં ડીસામાં આગ મુદ્દે મોટો ખુલાસો થયો છે. આ બાબતે નાયબ કલેક્ટર નેહા પંચાલે નિવેદન આપ્યું હતું કે, દીપક ટ્રેડર્સને માત્ર સ્ટોરેજ માટેની મંજૂરી હતી. સ્ટોરેજ વિરૂદ્ધ જઈને કામગીરી કરવામાં આવી છે. સ્ટોરેજ મંજૂરી સાથે ફટાકટા બનાવતા હોવાનું સામે આવ્યું છે. નાયબ કલેક્ટર નેહા પંચાલે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમજ સમયાંતરે ચેકીંગ થતું ના હોવાનું કબૂલાત કરી હતી. 2024 માટે ફરી રિન્યુ માટે અરજી કરી હતી. વહીવટી તંત્રની ભૂલનાં કારણે આ ઘટના બની છે.

મુખ્ય પ્રવક્તા ડો મનીષ દોશીનું નિવેદન

બનાસકાંઠાના ડીસામાં લાગેલી આગમાં કોંગ્રેસનાં પ્રવક્તા ડો. મનીષ દોશીએ નિવેદન આપ્યું હતું કે, ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 18 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ફેક્ટરી કેવી રીતે ચાલતી હતી. તેમજ આ ફેક્ટરી પાસે લાયસન્સ હતું કે કેમ. આ કોઈ બાબત વહીવટી તંત્ર પાસેથી આવી નથી. તેમજ 17 લોકોના મોત બાદ તંત્ર જાગે છે. રાજ્યમાં આવીક કેટલી ફેક્ટરીઓ ધમધમી રહી છે. ઔધોગિક અકસ્માતમાં અનેકવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે. રાજ્યમાં ક્યાં પ્રકારનું તંત્ર કામ કરે છે. આ પ્રકારના અકસ્માત અટકાવવા રાજ્ય સરકાર શું પગલા ભરે છે તે જનતા જાણવા માંગે છે.

ફેક્ટરીનાં માલિકને પકડવાની કામગીરી શરૂ

ડીસા અગ્નિકાંડ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતું કે, ફટાકડા સ્ટોરેજની આ જગ્યા પર ઘટની બની છે. તેમજ ફટાકડા સ્ટોરેજનું લાયસન્સ રીન્યુ કરવાની અરજી કરી હતી. 31 ડિસેમ્બર 2024 નાં રોજ લાયસન્સ એક્સપાયર થયું હતું. ફટાકડા સ્ટોરેજનું લાસયન્સ રીન્યુ કરાયું ન હતું. સુરક્ષા ઉપકરણોના અભાવે લાયસન્સ રીન્યુ કરાયું ન હતું. ફટાકડા સ્ટોરેજ લાયસન્સ વગર જ શરૂ કરી દેવાયા હતા. બે લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે. ફેક્ટરીનાં માલિક હાલ ફરાર છે. તેને પકડવા માટે પોલીસે કામગીરી શરૂ કરી છે.

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું નિવેદન

ડીસા ખાતે ફટાકડા ફેકટરીમાં લાગેલી આગ મામલે વડગામથી કોંગ્રેસનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતુંકે, TRP અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ચોક્કસ કાર્યવાહી ન કરી. ફેક્ટરી, ગોડાઉન અન્ય એકમોમાં સરકારે નક્કર કાર્યવાહી ન કરી. ડીસાની ફેક્ટરીમાં માસૂમ બાળકો સહિત 18 લોકોના મોત થયા હતા. ફેક્ટરીમાં આગની ઘટના બની તે ચિંતાજનક છે. ઘટનામાં પ્રમાણિક અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ કરી છે.

આ પણ વાંચોઃ

ફેક્ટરી માટે PESO પાસેથી લાઈસન્સ લીધું હતું?
શું દીપક ટ્રેડર્સ પાસે PESO લાઈસન્સ હતું કે કેમ?
ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ માટે લાયસન્સ જરૂરી
એક્સપ્લોસિવ્ઝ એક્ટ 1884, એક્સપ્લોસિવ્ઝ રૂલ્સ 2008 પાલન થયું?
જાહેર સ્થળોથી 100 મીટરથી દૂર હોવી જોઈએ ફેક્ટરી
જમીન ઔદ્યોગિક ઉપયોગ માટે મંજૂર હોવી જોઈએ
ફેક્ટરીમાં આગ નિવારણની વ્યવસ્થા હતી કે કેમ?
કામદારો માટે સુરક્ષા સાધનો અને તાલીમ અપાઈ હતી?
વીજળીના વાયરિંગ અને સાધન સ્પાર્ક-પ્રૂફ હતા કે કેમ?
ફેક્ટરીને GPCBનું કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ, અને કન્સેન્ટ ટુ ઓપરેટ હતું?
ફેક્ટરીઝ એક્ટ 1948 હેઠળ DISHનું રજીસ્ટ્રેશન હતું કે કેમ?
સ્થાનિક સંસ્થા પાસેથી NOC મેળવી હતી કે કેમ?
ગુજરાત ફેક્ટરીઝ રૂલ્સ 1963 અનુસાર કામદારોની સુરક્ષાનું શું?
સુપ્રીમ કોર્ટના નિર્દેશ, NGT નિયમનું પાલન થયું કે કેમ?
ફટાકડાની ફેક્ટરી માટે શું PESO પર અરજી કરી હતી?
જરૂરી દસ્તાવેજો દીપક ટ્રેડર્સ દ્વારા સબમિટ કરાયા હતા?
PESO અને DISH દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું હતું?

Tags :
Accused abscondingBanaskantha NewsFire in Deesa Fireworks FactoryFire in Fireworks FactoryGujarat FirstGUJARAT FIRST NEWS
Next Article