Gujarat ATS ની મોટી સફળતા, કચ્છમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે જાસૂસી કરતો શખ્સ
- કચ્છમાંથી Gujarat ATS દ્વારા એક શખ્સની ધરપકડ કરાઈ
- આ શખ્સ પાકિસ્તાની એજન્સી ISI માટે જાસૂસી કરતો હતો
- Gujarat ATS દ્વારા કેટલીક વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે
Gujarat ATS : રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં Gujarat ATS ને મોટી સફળતા સાંપડી છે. કચ્છમાં રહીને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય સુરક્ષાની માહિતી ISI સુધી પહોંચાડતા આ શખ્સ પાસેથી Gujarat ATS દ્વારા કેટલીક વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. Gujarat ATS આ શખ્સને લઈને અમદાવાદ રવાના થઈ ગઈ છે.
મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ઓળખ બનાવી હતી
Gujarat ATS દ્વારા કચ્છના દયાપર વિસ્તારમાંથી એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. જેના પર પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI માટે જાસૂસી કરવાનો આરોપ છે. સહદેવ ગોહિલ નામના શખ્સે સમગ્ર વિસ્તારમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ઓળખ ઊભી કરી હતી. સહદેવે કેટલાક સંવેદનશીલ વિસ્તારોના ફોટોઝ વોટ્સએપ દ્વારા સેન્ડ કરી હોવાનું સામે આવ્યું છે.
લાંબા સમયથી અંડર સર્વેલન્સમાં હતો
સહદેવ ગોહિલ (Sahdev Gohil) નામક શખ્સ કચ્છમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ખોટી ઓળખ બનાવીને પાકિસ્તાન માટે જાસૂસી કરતો હોવાનો તેના પર આરોપ છે. Gujarat ATS દ્વારા તેના પર લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી હતી. Gujarat ATS સમય જોઈને આ શખ્શની ધરપકડ કરી લીધી છે. Gujarat ATS વધુ તપાસ માટે આ આરોપીને અમદાવાદ લાવી છે. સુરક્ષા એજન્સી આરોપીના પાકિસ્તાન સ્થિત અને ગુજરાતમાં અન્ય સંપર્કોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Relief Package for Dimond Industry : રત્નકલાકારોના હિતમાં રાહત પેકેજ, હર્ષભાઈ સંઘવીએ કરી જાહેરાત
સંવેદનશીલ માહિતીની આપ-લે
ગુજરાત એટીએસને જાણવા મળ્યું છે કે, આરોપી સહદેવ ગોહિલે WhatsApp પર પાકિસ્તાનમાં માહિતી મોકલી હતી. તેના બદલમાં તેણે કેટલીક ચોક્કસ રકમ પણ વસૂલી હતી. ATS એ તેના મોબાઈલની વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ને મોકલી આપ્યો છે. ગુજરાત એટીએસે જણાવ્યું છે કે, આ આરોપી BSFની ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્ટને મોકલતો હતો . જેમાં સહદેવે એક પાકિસ્તાની મહિલા એજન્ટ જે અદિતિ ભારદ્વાજ નામથી ઓળખાય છે તેને નવા બાંધકામ વિસ્તારોના ફોટા અને વિગતો મોકલી હતી.
આ પણ વાંચોઃ Banaskantha : પાકિસ્તાનના ઘૂસણખોરને BSF દ્વારા ઠાર મરાયો, સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ