નોકરી વાંચ્છુ યુવાનો માટે સૌથી મોટા સમાચાર, GPSC એ કરી ભરતીની જાહેરાત
- નોકરી વાંચ્છુ યુવાનો માટે સૌથી મોટા સમાચાર
- GPSC દ્વારા વિવિધ પોસ્ટની 450 જગ્યાની ભરતી
- 12થી 31 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે
GPSC: ગુજરાતમાં અત્યારે લાખો લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે. તો અત્યારે નોકરી વાંચ્છુ યુવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, GPSC દ્વારા વિવિધ પોસ્ટની 450 જગ્યાની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે 12 થી 31 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભકી શકાશે. નોંધનીય છે કે, રાજ્ય વેરા નિરીક્ષકની વર્ગ-3ની 300 જગ્યાની ભરતી જાહેરાત થઈ છે. આ સાથે નાગરિક પુરવઠા નિગમમાં આસિસ્ટન્ટ મેનેજરની 18 જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
ભરતીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
નોકરી વાંચ્છુ યુવાનો માટે સૌથી મોટા સમાચાર
GPSC દ્વારા વિવિધ પોસ્ટની 450 જગ્યાની ભરતી#Gujarat #Gandhinagar #GPSC #BigBreaking #Examination #Recruitment #GujaratFirst pic.twitter.com/CHLTzzMN6j— Gujarat First (@GujaratFirst) August 9, 2024
ડિસેમ્બરમાં પ્રાથમિક કસોટી લેવાય તેવું આયોજન
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મદદનીશ ઈજનેરની 22 જગ્યાઓ અને હેલ્થ ઓફિસરની 11 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સાથે જુનિયર ટાઉન પ્લાનરની 2, સ્ટેશન ઓફિસરની 7 જગ્યા જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, ડિસેમ્બરમાં પ્રાથમિક કસોટી લેવાય તેવું આયોજન પણ થઈ રહ્યું છે. GPSCની આ ભરતી માટે 12 થી 31 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
આ પણ વાંચો: ֹSurat: ‘તારે મારી સાથે જ...’ સગા બાપે દીકરી સાથે કર્યું એવું કે સગીરા પહોંચી પોલીસ સ્ટેશન
અત્યારે લાખો લોકો સરકારી નોકરી માટે વર્ષોથી તૈયારી કરી રહ્યા છે. હજારો લોકો એવા પણ છે જે રાત-દિવસ એક કરીને ભરતીની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે અત્યારે સારા સમાચાર સામે આવ્યા છે. GPSC દ્વારા વિવિધ પોસ્ટની 450 જગ્યાની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.