Gondal: ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર ST બસની ટક્કરથી બાઇકસવારનું ઘટનાસ્થળે મોત
- Gondal -રાજકોટ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત
- ST બસની ટક્કરથી બાઇકસવારનું ઘટનાસ્થળે મોત
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે જે અવારનવાર જીવલેણ અકસ્માતોને કારણે કુખ્યાત બન્યો છે, ત્યાં આજે ફરી એક કરુણ ઘટના બની હતી. ભરૂડી ગામના પાટિયા નજીક એક એસ.ટી. બસે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક સવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જી એસ.ટી. બસનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
Gondal -રાજકોટ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત
સૂત્રો અનુસાર મૃતક બાઈક ચાલક હેલ્મેટ પહેરીને સાવચેતીપૂર્વક રોડની સાઈડમાં પોતાનું બાઈક ચલાવી રહ્યો હતો. તે દરમિયાન, મેંદરડા-જુનાગઢ-રાજકોટ રૂટની GJ18ZT 1941 નંબરની એસ.ટી. બસના ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવારના માથા પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું, જેના કારણે તેનું ઘટના સ્થળ પરજ મૃત્યુ થયું હતું.
Gondal -રાજકોટ નેશનલ હાઇવે પર ગમખ્વાર સર્જાતા ટ્રાફિક જામ
અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરાર બસ ચાલકની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
Gondal અકસ્માતમાં મૃતકની ઓળખ થઇ
GJ03MS 8569 નંબરનું બાઇક સવાર પીપળીયા પાસે સિગ્નલ નામની કંપનીમાં કામ કરે છે બાઇક સવાર ગોંડલ થી અપડાઉન કરે છે. 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી સ્થાનિક લોકોએ મૃતક ના પહેરવેશ જે કંપનીનો પહેર્યો હતો હતો કંપની માં પણ જાણ કરી હતી અને ખિસ્સામાંથી લાઇસન્સ નીકળ્યું હતું જેમાં ભાવિક લશકરી રહે ગોંડલ શહેરમાં ભોજરાજપરા નરશીમંદિર પાસે ઉ.વ. આશરે 27 હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પરિણીત છે સંતાનમાં 2 મહિનાનો દીકરો છે. અકસ્માતની ઘટના પગલે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: Ambaji : શક્તિપીઠ અંબાજી પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પદયાત્રીઓ સાથે મુલાકાત કરી