Vav Assembly By-Elections: વાવ બેઠક પર ગુલાબસિંહ સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા
- વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર
- વાવ બેઠક માટે ભાજપે સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા
- ભાજપે ગુલાબસિંહ સામે સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા મેદાને
Vav Assembly By-Elections: : વાવ વિધાનસભા (vav assembly)ની પેટાચૂંટણી (by-Election)ને લઈને ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે. વાવ બેઠક માટે ભાજપે સત્તાવાર રીતે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. વાવ (Vav) બેઠક પર ભાજપે ગુલાબસિંહ સામે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. હવે આ વાવ બેઠક પર ગુલાબસિંહ અને સ્વરૂપજી વચ્ચે ચૂંટણી જંગનો જામવાનો છે. નોંધનીય છે કે, વાવ બેઠક પરથી ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરે ફોર્મ છે.
આ પણ વાંચો: vav assembly: ‘ઇચ્છા નહીં હક્ક જ અમારો હતો’ Gujarat First સાથેની વાતચીતમાં Thakarshi નો ધડાકો
2019 માં આ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોર ચૂંટણી પણ લડ્યા હતા
આ બેઠકની પૂર્વ ચૂંટણીની વાત કરવામાં આવે તો, વાવ (Vav) બેઠક પર સ્વરૂપજી ઠાકોર 2019 ની ચૂંટણી પણ લડ્યા હતા. જો કે, 2019ની ચૂંટણી સ્વરૂપજી હાર્યા હતા અને સામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા હતા. જો કે, આ વખતે ફરી ભાજપે સ્વરૂપજી પર પોતાનો વિશ્વાસ મૂક્યો અને વાવ (Vav) બેઠકની ટિકિટ આપી છે. હવે જોવાનું એ રહેશે કે, ચૂંટણીમાં કોનું પલડું ભારે રહે છે અને કોને ઘરે જવાનું થાય છે.
આ પણ વાંચો: Vav Assembly By-Elections: વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર, ગુલાબસિંહ રાજપૂતને મળી ટિકિટ
વાવ બેઠક પર ભાજપ સ્વરૂપજી ઠાકોર પર દાવ લગાવ્યો
કોંગ્રેસના અધ્યભ મલ્લિકાર્જુ ખરગે દ્વારા વાવ (Vav) બેઠકના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતના નામ પર મોહર મારી દેવામાં આવી છે. હવે જોવાનું એ છે કે, ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ સ્વરૂપજી ઠાકોર પર દાવ લગાવ્યો છે. કોંગ્રેસ પોતાનો મજબૂત ઉમેદવાર મેદાને ઉતારી દીધો છે. નોંઘનીય છે કે, બનાસકાંઠાના વાવ વિધાનસભા (Vav Assembly) મતક્ષેત્રમાં પેટા ચૂંટણીની પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ ચૂંટણીમાં ભારે સ્પર્ધા છે. કોણ આ બેઠક પર જીતશે તે તો સમય આવે જ ખબર પડશે
આ પણ વાંચો: Maharashtra Elections : શાહનો કડક સંદેશ, બળવાખોરોને ગઠબંધનમાં કોઈ સ્થાન નહીં