Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat માં ભાજપનો પ્રચંડ પ્રચાર, જગદીશભાઈ વિશ્વકર્માએ મહિલા અનામત મુદ્દે વિપક્ષને ઘેર્યા

સુરતના રાજકીય મેદાનમાં ભાજપે પ્રચારનું તાપમાન વધાર્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ડાયમંડ સિટીમાં મહિલા શક્તિ સાથે સંવાદ કરી એક એવો મુદ્દો છેડ્યો છે જે વિપક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. મહિલાઓના અધિકાર અને સંસદમાં પ્રતિનિધિત્વ વચ્ચે કોણ અડચણ બની રહ્યું છે? આ વિવાદે જોર પકડ્યું છે.
surat માં ભાજપનો પ્રચંડ પ્રચાર  જગદીશભાઈ વિશ્વકર્માએ મહિલા અનામત મુદ્દે વિપક્ષને ઘેર્યા
Advertisement
  • Surat માં ચૂંટણીને લઇ ભાજપનો ઝંઝાવાતી પ્રચાર
  • ગુજરાત ભાજપ પ્રદેશ અગ્રણી જગદીશભાઈ વિશ્વકર્મા સુરતના પ્રવાસે
  • મહિલા કાર્યકરો સાથે સંવાદમાં વિપક્ષની માનસિકતા પર કર્યા પ્રહાર
  • મહિલા અનામત બિલ મુદ્દે વિપક્ષી દળોને લીધા આડેહાથ
  • મોદી સરકારના મહિલા સશક્તિકરણના કામોને જનતા સુધી પહોંચાડ્યા
  • "મહિલાઓ વિપક્ષને ક્યારેય માફ નહીં કરે" - જગદીશભાઈ વિશ્વકર્માનો લલકાર

સુરત (Surat) ખાતે આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઝંઝાવાતી પ્રચાર [Election Campaign] શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) સુરતના પ્રવાસે છે, જ્યાં તેમણે વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોમાં હાજરી આપી કાર્યકરોમાં જોમ પૂર્યું હતું.

Surat: મહિલા કાર્યકરો સાથે સીધો સંવાદ 

આ પ્રવાસ દરમિયાન જગદીશભાઈએ ખાસ કરીને મહિલા કાર્યકરો (Women Workers) સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) મહિલાઓને તેમના હક અપાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જોકે, તેમણે મહિલા અનામત બિલ (Women's Reservation Bill) મુદ્દે વિપક્ષી દળો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે વિપક્ષે આ મહત્વપૂર્ણ બિલને સમર્થન ન આપીને પોતાની મહિલા વિરોધી માનસિકતા છતી કરી છે.

Advertisement

વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સુરતની જનતાને સંબોધતા કહ્યું કે, "વિપક્ષની આ માનસિકતાને દેશની મહિલાઓ ક્યારેય માફ નહીં કરે." ભાજપ દ્વારા સુરતના ખૂણે ખૂણે જઈને લોકકલ્યાણની યોજનાઓ અને વિપક્ષના નકારાત્મક વલણને જનતા સમક્ષ મૂકવામાં આવી રહ્યું છે. સુરત ભાજપના ગઢ તરીકે જાણીતું છે ત્યારે પ્રદેશ નેતાગીરીના આ પ્રવાસથી સ્થાનિક કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Kheda હચમચી ગયું! 3 વર્ષ સુધી સગીરા પર 9 નરાધમોનું દુષ્કર્મ, આખરે આ રીતે ફૂટ્યો પાપનો ઘડો?

Tags :
Advertisement

.

×