BJP Gujarat: ગુજરાત ભાજપમાં દિવ્યાંગોને સ્થાન આપવા માંગ, ગાંધીનગર ભાજપના ઉપપ્રમુખે નેતૃત્વને લખ્યો પત્ર
ગુજરાત ભાજપ સંગઠનમાં દિવ્યાંગ વ્યક્તિઓને વધુ નેતૃત્વ અને તક મળે તે માટે ગાંધીનગર ભાજપના નેતાએ પક્ષના ઉચ્ચ નેતૃત્વને પત્ર લખી અપીલ કરી છે. સમાજના દરેક સ્તરે દિવ્યાંગોની સક્રિય ભાગીદારી વધારવાની આ માંગ રાજકીય ગલિયારાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
Advertisement
BJP Gujarat Divyang Representation: રાજકીય સંગઠનોમાં સર્વસમાવેશકતાના ભાગરૂપે, દિવ્યાંગ વ્યક્તિઓને વધુ મહત્વ અને તક આપવાની માંગ ઉઠી છે. ગાંધીનગર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દ્વારા પક્ષના ટોચના નેતૃત્વને એક પત્ર લખીને ગુજરાત ભાજપ સંગઠનમાં દિવ્યાંગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની અપીલ કરવામાં આવી છે.

