BJP IT Cell Appointments: ભાજપમાં મોટો ફેરફાર, IT અને સોશિયલ મીડિયામાં નવી ટીમની જાહેરાત
ભાજપે આગામી સમયને ધ્યાનમાં રાખીને સંગઠનના ડિજિટલ માળખામાં મહત્વના ફેરફારો કર્યા છે. આંતરિક રીતે IT અને સોશિયલ મીડિયા વિભાગમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમાં નિખિલ પટેલ અને કલ્પેશ રથવી જેવા યુવા ચહેરાઓ સામેલ છે. પક્ષના પ્રચારને વધુ આક્રમક અને ડિજિટલ રીતે મજબૂત કરવાના લક્ષ્ય સાથે આ નિમણૂકો કરવામાં આવી છે.
Advertisement
BJP IT Cell Appointments: ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આગામી સમયને ધ્યાનમાં રાખીને સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. પક્ષના IT અને સોશિયલ મીડિયા વિભાગને વધુ સક્રિય અને વ્યવસ્થિત બનાવવાના હેતુથી નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. આ ફેરફારો દ્વારા પક્ષના ડિજિટલ પ્રચાર-પ્રસારને વેગ આપવામાં આવશે.

