Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Arjun Modhwadia : રાહુલ ગાંધી પર અર્જુન મોઢવાડિયાએ કસ્યો તંજ! કહ્યું- ઘોડેસવાર જ રેસનાં ઘોડાને..!

વર્ષ 2014 માં રાજકોટમાં (Rajkot) રેસનાં ઘોડાની વાત કરી હતી. ઘોડેસવાર હાર બાદ ઘોડા પર દોષારોપણ કરે છે.
arjun modhwadia   રાહુલ ગાંધી પર અર્જુન મોઢવાડિયાએ કસ્યો તંજ  કહ્યું  ઘોડેસવાર જ રેસનાં ઘોડાને
Advertisement
  1. Arjun Modhwadia એ ફરી રાહુલ ગાંધી પર કસ્યો તંજ
  2. ઘોડેસવાર જ રેસનાં ઘોડાને ઓળખી નથી શક્યાઃ અર્જુન મોઢવાડિયા
  3. 'વર્ષ 2014 માં રાજકોટમાં રેસનાં ઘોડાની વાત કરી હતી'
  4. ઘોડેસવાર હાર બાદ ઘોડા પર દોષારોપણ કરે છેઃ અર્જુન મોઢવાડિયા

ભાજપના (BJP) ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર તંજ કસ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસનાં અધિવેશન સમયે રાહુલ ગાંધીએ લગ્નનાં ઘોડા અલગ કરવાનું નિવેદન આપ્યું હતું, જેનાં પર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia) પ્રતિક્રિયા આપતા સો. મીડિયા પર લખ્યું કે, ઘોડેસવાર જ રેસનાં ઘોડાને ઓળખી નથી શક્યા. વર્ષ 2014 માં રાજકોટમાં (Rajkot) રેસનાં ઘોડાની વાત કરી હતી. ઘોડેસવાર હાર બાદ ઘોડા પર દોષારોપણ કરે છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, કાર્યકર્તાને રેસનો કે લંગડો ઘોડો કહેવું ખૂબ જ અપમાનજનક છે.

આ પણ વાંચો - Rajkot: સાંસદ રામ મોકરિયા અધિકારીની તોડબાજી સામે મેદાને આવ્યા

Advertisement

Advertisement

અર્જુન મોઢવાડિયાએ ફરી રાહુલ ગાંધી પર કસ્યો તંજ

ગુજરાતમાં કોંગ્રેસની (Gujarat Congress) સ્થિતિને ફરી મજબૂત કરવા અને નેતાઓ અને કાર્યકર્તાઓમાં નવો જોશ ભરવા માટે કોંગ્રેસનાં અધિવેશન સમયે રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાત આવ્યા હતા. દરમિયાન, તેમણે એવું નિવેદન આપ્યું હતું, જે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. તેમણે રેસ અને લગ્નનાં ઘોડા અલગ કરવાની વાત કહી હતી. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપનાં નેતાઓ દ્વારા તેમના પર શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ભાજપનાં વધુ એક નેતાએ રાહુલ ગાંધીના નિવેદનને લઈ તંજ કસ્યો છે.

આ પણ વાંચો - Banaskantha : સસ્તા અનાજની દુકાનના સંચાલકોની હડતાળ, દુકાનો બંધ કરી નોંધાવ્યો વિરોધ

ઘોડેસવાર હાર બાદ ઘોડા પર દોષારોપણ કરે છે : અર્જુન મોઢવાડિયા

જણાવી દઈએ કે, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia) તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું કે, ઘોડેસવાર જ રેસનાં ઘોડાને ઓળખી નથી શક્યા. વર્ષ 2014 માં રાજકોટમાં રેસનાં ઘોડાની વાત કરી હતી. ઘોડેસવાર હાર બાદ ઘોડા પર દોષારોપણ કરે છે. અર્જુન મોઢવાડિયાએ વધુમાં લખ્યું કે, પોતાની પાર્ટીનાં કાર્યકર્તાને રેસનો કે લંગડો ઘોડો કહેવું ખૂબ જ અપમાનજનક છે.

આ પણ વાંચો - Surendranagar : ઘીનાં ભેળસેળીયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

Tags :
Advertisement

.

×