BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાત પ્રવાસે, ભાજપના MLA અને સાંસદો સાથે કરશે બેઠક
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રથમ વાર ગુજરાત પહોંચ્યા
- રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર ગુજરાત આવ્યા
- CM અને નાયબ મુખ્યમંત્રીએ નીતિન નબીનનું કર્યુ સ્વાગત
- એરપોર્ટ પર નીતિન નબીનનું જોરદાર સ્વાગત કરાયું
- નીતિન નબીન ત્રણ દિવસ છે ગુજરાતના પ્રવાસે
- ગુજરાતની ધરતી પર આવવાનું સૌભાગ્ય મળ્યુંઃ નીતિન નબીન
BJP : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજે ગુજરાતની 3 દિવસીય મુલાકાતે છે. ત્યારે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું અમદાવાદમાં એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટ ખાતે ડોમ બનાવી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનના સ્વાગત માટે જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યાં હતા.
BJP : વિરાસતને વધારવાનો શ્રેય PM મોદીનેઃ નીતિન નબીન
મહત્વનું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષનું ભવ્ય સ્વાગત થતા તેમને ગુજરાતની ધરતી પર આવવાનું સૌભાગ્ય ગણાવ્યું છે. આ સાથે જ તેઓએ કહ્યું કે ગુજરાત અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે. "મહાત્મા ગાંધી, સરદાર વલ્લભાઈ પટેલ જેવા મહાપુરુષો જન્મ્યા" છે. આ સાથે જ જણાવ્યુ કે વિરાસતને વધારવાનો શ્રેય PM મોદીને જાય છે. આ ઉપરાંત તેમને કહ્યું કે અમિતભાઈ શાહે દેશમાં ભાજપનો વિસ્તાર કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું ભવ્ય સ્વાગત
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ આગામી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. જેના પગેલ આજે શહેરના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. તેઓ ભાજપના પદાધિકારીઓ, MLA અને સાંસદો સાથે સંવાદ કરે તેવી શક્યતા છે. જેમાં રાજ્યની પ્રવૃત્તિઓ અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌથી યુવાન વયના રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત ભવ્ય રીતે કર્યું છે. નીતિનજીના નેતૃત્વમાં પાર્ટી વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ હોવાનું પણ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે. તો રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વાગતમાં જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે PM અને ગૃહમંત્રીની ભૂમિ પર નીતિનજીનું સ્વાગત છે.
Nitin Nabin : "આજે ગુજરાત રાજ્ય સમગ્ર વિશ્વને દિશા આપી રહ્યું છે" | Gujarat First
"ગુજરાતે ઘણા મહાપુરુષને જન્મ આપ્યો" - નીતિન નવીન
"વિકસિત ગુજરાતનો શ્રેય કાર્યકર્તાઓને જાય છે" - નીતિન નવીન@BJP4Gujarat @BJP4India @PMOIndia @narendramodi @HMOIndia @AmitShah @sanghaviharsh… pic.twitter.com/YsilED3zZj— Gujarat First (@GujaratFirst) February 20, 2026
જગદીશભાઈ વિશ્વકર્માએ શું કહ્યું ?
"આજે આપણે એવા નેતાનું સ્વાગત કરી રહ્યા છીએ, જેઓનું માર્ગદર્શન સંગઠનને નવી દિશા આપશે. પ્રધાનમંત્રી Narendra Modi અને ગૃહમંત્રી Amit Shah ની જન્મભૂમિ પર નીતિનજીનું સ્વાગત કરવું એ ગૌરવની ક્ષણ છે." તેમણે વધુમાં જણાવ્યું કે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે, માર્ગદર્શન આપશે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવી કાર્યયોજના રજૂ કરશે. "અધ્યક્ષ નીતિન નબીનનો વિશાળ અનુભવ, કાર્યપદ્ધતિ અને સંગઠનશક્તિ દરેક કાર્યકર્તા માટે પ્રેરણાસ્ત્રોત બનશે," એમ જગદીશભાઈએ ઉમેર્યું. આ અવસરે પાટણની વિશ્વવિખ્યાત પટોળા શાલ અર્પણ કરીને જગદીશભાઈ વિશ્વકર્માએ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું સન્માન કર્યું, જે ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિનો ગૌરવપૂર્ણ પ્રતિક છે.
આ પણ વાંચો---- "આ રિવોલ્વર કોઈની સગી નહીં થાય!" કહી ધમકી આપનાર ચિરાગ ગોટી અને તેના ભાઈની પોલીસે શાન ઠેકાણે લાવી


