ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બ્લૂ રે એવિએશન મહેસાણા એરફિલ્ડ પર ફરી શરૂ કરશે ફ્લાઈંગ ટ્રેનિંગ ઓપરેશન

Mehsana : બ્લૂ રે એવિએશન મહેસાણા એરફિલ્ડ પર ફરીથી ફ્લાઈંગ ટ્રેનિંગ શરૂ કરવા જઈ રહ્યું છે. 31 માર્ચ, 2025ના રોજ એક ઘટના બની હતી, જેના કારણે તેમણે ટ્રેનિંગ ઓપરેશન બંધ કરી દીધા હતા.
02:11 PM Apr 07, 2025 IST | Hardik Shah
Mehsana : બ્લૂ રે એવિએશન મહેસાણા એરફિલ્ડ પર ફરીથી ફ્લાઈંગ ટ્રેનિંગ શરૂ કરવા જઈ રહ્યું છે. 31 માર્ચ, 2025ના રોજ એક ઘટના બની હતી, જેના કારણે તેમણે ટ્રેનિંગ ઓપરેશન બંધ કરી દીધા હતા.
Blu Ray Aviation to resume flying training operations at Mehsana

Mehsana : બ્લૂ રે એવિએશન મહેસાણા એરફિલ્ડ પર ફરીથી ફ્લાઈંગ ટ્રેનિંગ શરૂ કરવા જઈ રહ્યું છે. 31 માર્ચ, 2025ના રોજ એક ઘટના બની હતી, જેના કારણે તેમણે ટ્રેનિંગ ઓપરેશન બંધ કરી દીધા હતા. પણ હવે તે ફરીથી ચાલુ થઈ ગયું છે.

ફ્લાઈટ ટ્રેનિંગની નવી શરૂઆત

ભારતના એવિએશન ક્ષેત્રમાં હુનરમંદ અને કાબેલ પાયલટ આપવા માટે બ્લૂ રે એવિએશન પૂરી મહેનત કરી રહ્યું છે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓની સલામતીનું પણ ખાસ ધ્યાન રાખે છે. શરૂઆતથી જ આ સંસ્થા ઉચ્ચ સલામતીના ધોરણો જાળવી રહી છે, જેથી ભવિષ્યના પાયલટ અહીંથી તાલીમ લઈને પોતાની કારકિર્દી સફળ બનાવી શકે. જણાવી દઇએ કે, બ્લૂ રે એવિએશનના ફ્લાઈટ ઓપરેશન્સ ફરી શરૂ થઈ ગયા છે. આની સાથે તેઓ હવે ટ્રેનિંગને વધુ સારી અને આધુનિક બનાવવા પર ધ્યાન આપી રહ્યા છે. આ સંસ્થા ભારતના એવિએશન ઉદ્યોગની પ્રગતિમાં મદદ કરી રહી છે અને નવી પેઢીના પાયલટ તૈયાર કરવા માટે તૈયાર છે. તેમનું લક્ષ્ય છે કે દરેક વિદ્યાર્થીને શ્રેષ્ઠ તાલીમ મળે અને તેઓ સલામત રીતે પોતાનું ભવિષ્ય ઘડી શકે.

સલામતી અને ગુણવત્તા પર ભાર

બ્લૂ રે એવિએશન હંમેશાં સલામતીને પ્રાથમિકતા આપે છે. તેઓ ઈચ્છે છે કે તેમની તાલીમ લેનારા વિદ્યાર્થીઓ ભારતના એવિએશન ક્ષેત્રમાં મોટું યોગદાન આપે. આ માટે તેઓ ઉચ્ચ ગુણવત્તાની ટ્રેનિંગ આપવા પર ભાર મૂકે છે. આ સંસ્થા નવા પાયલટને તૈયાર કરીને દેશના એવિએશન ઉદ્યોગને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને તેઓ નેક્સટ જનરેશન પાયલોટને તૈયાર કરવા માટે સજ્જ છે.

આ પણ વાંચો :  Mehsana : ઉચરપી પાસે વિમાન દુર્ઘટના, મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત, ઘટના પાછળ અનેક સવાલ

Tags :
Aviation Career IndiaAviation Safety StandardsBlue Ray AviationDGCA Approved Flight SchoolFlight Operations RestartFlight School SafetyFlight Training IndiaFlying School RestartGujarat FirstGUJARAT FIRST NEWSIndia Aviation EducationIndian Aviation SectorMehsanaMehsana AirfieldModern Flight TrainingNext Generation PilotsPilot Training AcademyStudent Pilot Training
Next Article