Bomb Threat: રાજ્યમાં બોર્ડની પરીક્ષા વચ્ચે દહેશત! સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Bomb Threat : રાજ્યમાં બોમ્બની ધમકીઓ (Bomb Threat) મળવાની સિલસેલો યથાવત જોવા મળી રહ્યો છે. હાલમાં ગુજરાત (gujarat)માં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તેવામાં ગુજરાતની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાનો મેઇલ મળતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના સુરત, વલસાડ, ભાવનગર,ગીર સોમનાથ ,બનાસકાંઠા , જૂનાગઢ , ભાવનગર , સુરેન્દ્રનગર , મહેસાણા ,નવસારી, સાબરકાંઠા અને અમરેલી સહિતના શહેરોમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) મળી છે. વહેલી સવારે ઈમેઈલ (Email) મળતા જ પોલીસ અને ડોગ સ્ક્વોડ (Dog Squad) ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ સુરક્ષા એજન્સીઓ (Security Agencies) દ્વારા તમામ શંકાસ્પદ સ્થળોએ સઘન તપાસ અને સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધરવામાં આવ્યું છે.
સાબરકાંઠા (Sabarkantha)
સાબરકાંઠા (Sabarkantha) ના હિંમતનગર સ્થિત પાસપોર્ટ ઓફિસને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ હતી. ધમકીભર્યો ઈમેઈલ મળતા જ બી-ડિવિઝન પોલીસ, એસઓજી (SOG) અને બીડીએસ (BDS)ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ અને આસપાસની દુકાનો ખાલી કરાવી સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની બે ટીમો પણ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી હતી.
મહેસાણા (Mehsana)
મહેસાણા (Mehsana) ના વિસનગર રોડ પર આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બની ધમકી મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાજ્યની મુખ્ય પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાના ઈમેઈલ બાદ પોલીસ કાફલો, એલસીબી (LCB) અને ડોગ સ્ક્વોડ સાથે સ્થળ પર પહોંચ્યો હતો. હેડ પોસ્ટ માસ્તર આર.એમ. રબારીના જણાવ્યા મુજબ, સુરક્ષાના કારણોસર ઓફિસ તાત્કાલિક ખાલી કરાવી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Surat Passport Office Bomb Threat: સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
પીપલોદ ગામમાં આવેલી ઉમરા પાસપોર્ટ ઓફિસને ઇમેઇલ મળ્યો
સવારે પાંચ વાગ્યે ઇંગ્લિશમાં ધમકીભર્યો મેસેજ મોકલાયો હતો
ધમકીની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ
પોલીસ અને સુરક્ષા દળો દ્વારા… pic.twitter.com/vWLE61vPCN— Gujarat First (@GujaratFirst) February 27, 2026
સુરેન્દ્રનગર (Surendranagar)
સુરેન્દ્રનગર (Surendranagar) શહેરની મધ્યમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા કર્મચારીઓ અને ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો હતો. એસઓજી અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ હવે ઈમેઈલ મોકલનારના લોકેશનની તપાસ કરી રહી છે.
નવસારી (Navsari)
નવસારી (Navsari ના સાંઢકુવા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ ઈમેઈલ મારફતે ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને બીડીડીએસ (BDDS)ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોસ્ટ ઓફિસમાં સુરક્ષામાં વધારો કરી દરેક ખૂણે તપાસ કરવામાં આવી હતી.
ભાવનગર (Bhavnagar)
ભાવનગર (Bhavnagar)હેડ પોસ્ટ ઓફિસને બોમ્બની ધમકી મળતા તંત્ર દ્વારા તાત્કાલિક મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. ધમકીના પગલે પોસ્ટ ઓફિસની કામગીરી પર અસર પડી હતી અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
જૂનાગઢ (Junagadh)
જૂનાગઢ (Junagadh) માં પણ પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાનો ઈમેઈલ મળતા પોલીસ હરકતમાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે પોસ્ટ ઓફિસ પહોંચ્યા હતા અને ઈમારતને તાત્કાલિક ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
Gujarat bomb threat: સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી#GujaratNews #BombThreat #GovernmentOffices #PassportOffice #PostOffice #SecurityAlert #GujaratPolice #DogSquad #BreakingUpdate #CityAlert #PublicSafety #Navsari #Junagadh #Bhavnagar #Amreli
Gujarat bomb threat news,… pic.twitter.com/3VQRFNATr7
— Gujarat First (@GujaratFirst) February 27, 2026
બનાસકાંઠા (Banaskantha)
બનાસકાંઠા (Banaskantha) ના પાલનપુર સ્થિત પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ધમકીભર્યા ઈમેઈલ બાદ સમગ્ર પોસ્ટ ઓફિસમાં કડક સુરક્ષા વચ્ચે તપાસ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ (Gir Somnath)
વેરાવળમાં આવેલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને વહેલી સવારે બોમ્બની ધમકીનો ઈમેઈલ મળ્યો હતો. પોલીસ અને બીડીએસ (BDS)ની ટીમોએ તાત્કાલિક ઓફિસ ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે વહેલી સવારથી જ વિસ્તારમાં ભારે દોડધામ જોવા મળી હતી.
અમરેલી (Amreli)
અમરેલી (Amreli) પાસપોર્ટ ઓફિસને ઈમેઈલ દ્વારા ધમકી મળતા ફાયર ફાઈટર્સ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો કાર્યરત થઈ હતી. સુરતની ઓફિસમાંથી મળેલી માહિતી મુજબ આ ધમકી આપવામાં આવી હતી, જેને પગલે મુલાકાતીઓની સુરક્ષા માટે આખા વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
વલસાડ (Valsad)
વલસાડ (Valsad) પાસપોર્ટ ઓફિસના સીનિયર સુપ્રિન્ટેન્ડન્ટ જે.આર. વશીના જણાવ્યા મુજબ, સુરતની મુખ્ય ઓફિસને મળેલા મેઈલમાં તમામ પાસપોર્ટ ઓફિસોનો ઉલ્લેખ હોવાથી સાવચેતીના ભાગરૂપે વલસાડ ઓફિસ ખાલી કરાવાઈ હતી. એલસીબી (LCB) અને એસઓજી (SOG) દ્વારા અહીં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
સુરત (Surat)
સુરત (Surat) ના પીપલોદ વિસ્તારમાં આવેલી ઉમરા પાસપોર્ટ ઓફિસને વહેલી સવારે 5 વાગ્યે અંગ્રેજીમાં લખેલો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. આ મુખ્ય કેન્દ્ર હોવાથી અહીંથી અન્ય ઓફિસોને પણ એલર્ટ કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસે ઓફિસમાં વ્યાપક તપાસ હાથ ધરી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી હતી.
કચ્છ (ભુજ) (Kutch) માં એલર્ટ
કચ્છના ભુજમાં પોસ્ટ ઓફિસના પાસપોર્ટ વિભાગને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા SOG, LCB, QRT, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને સ્થાનિક રસ્તાઓ પર બેરિકેટિંગ કરીને વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
ભરૂચ( Bharuch) માં ફફડાટ અને પોલીસ બંદોબસ્ત
ભરૂચની હેડ પોસ્ટ ઓફિસમાં આવેલી પાસપોર્ટ કચેરીને RDX થી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા જ ભારે અફરાતફરી મચી ગઈ છે. અગાઉ કલેકટર અને કોર્ટ કચેરીને મળેલી ધમકી બાદ હવે પાસપોર્ટ કચેરીને નિશાન બનાવવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવાયો છે. પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટને આ મેઈલ મળતા જ તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
જામનગર (Jamnagar) માં સુરક્ષા કામગીરી
જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક કચેરીએ પહોંચીને તપાસ શરૂ કરી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આસપાસના વિસ્તારોને પણ સુરક્ષાના ઘેરામાં લેવામાં આવ્યા છે અને સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
પંચમહાલ (Panchmahal) (ગોધરા) માં સઘન તપાસ
રાજ્યભરની પોસ્ટ ઓફિસોને નિશાન બનાવતા ઈમેલના પગલે પંચમહાલ પોલીસ પણ સતર્ક થઈ છે. ગોધરાના જહુરપુરા વિસ્તારમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસ ખાતે DySP સહિતનો પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ તપાસ માટે પહોંચી ગયા છે. સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસમાં હાજર ગ્રાહકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર બિલ્ડિંગનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
છોટાઉદેપુર (Chhota Udepur): પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકી
અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસને ઈમેલ દ્વારા ગુજરાતની પાસપોર્ટ કચેરીઓને RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.સાવચેતીના ભાગરૂપે છોટાઉદેપુર પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવામાં આવી.પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે; બોમ્બ ડિસ્પોઝલ ટીમની તપાસ બાદ જ કામકાજ ફરી શરૂ થશે.
ગાંધીનગર (Gandhinagar): સિવિલ બોયઝ હોસ્ટેલમાં એલર્ટ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલને પણ બોમ્બની ધમકી મળી છે.ધમકી મળતા જ હોસ્ટેલ ખાલી કરાવી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
મોટાભાગના સ્થળોએ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી
સમગ્ર ગુજરાતમાં આજે વહેલી સવારથી જ સુરત, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના અનેક શહેરોની મુખ્ય પોસ્ટ ઓફિસો અને પાસપોર્ટ કેન્દ્રોને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ (SOG, LCB, BDDS) દ્વારા તમામ સ્થળોએ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જોકે મોટાભાગના સ્થળોએ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ એક સાથે મોકલવામાં આવેલ 'સ્પામ' અથવા 'હોક્સ' (અફવા) મેઈલ હોવાનું જણાય છે, પરંતુ પોલીસે ગંભીરતા દાખવી તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો : Surat: ગજેરા બંધુઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, 1980 કરોડની છેતરપિંડી કેસમાં ધરપકડ પર રોક


