Bomb Threat : ગુજરાતની અનેક પોસ્ટ અને પાસપોર્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવવાની ધમકી
Bomb Threat : ગુજરાતના વિવિધ શહેરોમાં આજે સરકારી કચેરીઓને નિશાન બનાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્યની મુખ્ય પોસ્ટ ઓફિસ (Post Office) શાખાઓ અને પાસપોર્ટ ઓફિસમાં ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Threat) મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. જેમાં સુરત, રાજકોટ, ગોધરા, ભુજ, મોરબી, જૂનાગઢ અને ભાવનગર જેવા શહેરોમાં આ ધમકીભર્યા મેઈલ મળ્યા છે.
Advertisement
- Bomb Threat : ગુજરાતના 6 શહેરોની મુખ્ય પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી.
- ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર દોડતું થયું.
- રાજકોટ અને ગોધરામાં બોમ્બ સ્ક્વોડ દ્વારા કચેરીઓ ખાલી કરાવી સર્ચ કરાયું.
- ભુજ, મોરબી અને ભાવનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરાઈ.
- જૂનાગઢમાં છેલ્લા 11 દિવસમાં બીજી વખત આવી ધમકી મળતા તંત્ર સતર્ક બન્યું.
- તમામ સ્થળોએ તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહત અનુભવી.
- સાયબર પોલીસે ધમકીભર્યો ઈ-મેઈલ મોકલનાર શખ્સની શોધખોળ શરૂ કરી.