Gondal: બુટલેગરો બન્યા છે બેફામ! પાંજરાપોળના પુલ પર કારે પોલીસે કૉન્સ્ટેબલને હડફેટ મારી
- દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમી મળી હતી
- કારે ગોંડલ શહેર A ડિવિઝન પોલીસના કૉન્સ્ટેબલને હડફેટ મારી
- કૉન્સ્ટેબલને સામાન્ય ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા
Gondal: ગુજરાત દારૂબંધી ફક્ત નામ હોય તેવું લાગી રહ્યું છે. અવારનવાર દારૂ ઝડપવાના સમાચાર મળી આવતા હોય છે. પોલીસ દારૂની હેરાફેરી કરતા બુટલેગરની તપાસમાં રહેતા હોય છે. તે વચ્ચે ગત રાત્રે ગોંડલ (Gondal)માં પાંજરાપોળના પુલ પર દારૂ ભરેલી કારે ગોંડલ શહેર A ડિવિઝન પોલીસના કૉન્સ્ટેબલને હડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. પુલ પરથી પસાર થતી અન્ય કારને પણ નુકશાન થવા પામ્યું છે. દારૂ ભરેલી કાર જસદણ તરફથી આવતી હતી જેમાં એક કારે ધારેશ્વર ચોકડી નજીકથી કોઈ એક અજાણ્યા ઇસમને કારમાં બેસાડ્યો હોવાનું સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: Bhavnagar GSRTC નો મહત્વનો નિર્ણય, દિવાળીના તહેવારમાં 100 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવાશે
કારમાં દારૂ હોવાની પોલીસને બાતમી મળી હતી
ગોંડલ (Gondal) શહેરમાં ગોંડલી નદી પર આવેલ પાંજરાપોળના પુલ પર બાતમીના આધારે ગોંડલ શહેર A ડિવિઝન પોલીસ તપાસ માટે ઉભી હતી. તે દરમિયાન ફોર્ચ્યુનર કાર ચાલક જે જસદણ તરફથી ગોંડલ (Gondal) શહેરમાં પ્રવેશી રહ્યો હતો. કાર ચાલક પોલીસે કરેલ નાકાબંધી જોઈ જતા પાંજરાપોળના પુલ પરથી જ ફોર્ચ્યુનર કાર વળાંક લઈ શહેર પોલીસના કૉન્સ્ટેબલ ને હડફેટે લીધા હતા પુલ પર અન્ય એક કારમાં અથડાવી નુકસાન કરી ફરી જસદણ તરફ ધૂમ સ્ટાઇલમાં નાસી છૂટ્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad: શહેરની હવા બની પ્રદૂષિત, અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 218 સુધી પહોંચ્યો
CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
નોંધનીય છે કે, A ડિવિઝન માં ફરજ બજાવતા કૉન્સ્ટેબલને સામાન્ય ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને A ડિવિઝન શહેર પોલીસ ના PI એ.સી.ડામોર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. કાર ચાલક ને અલગ અલગ CCTV ફૂટેજ આધારીત ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો: કેનેડાની Toronto City માં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત


