ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Botad: તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા

અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ શહેરના તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સરાજાહેર ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી.જેને પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ હત્યાના બનાવના પગલે લોકોના ટોળા ત્યાં ઉમટી...
07:02 PM Nov 22, 2023 IST | Maitri makwana
અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ શહેરના તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સરાજાહેર ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી.જેને પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ હત્યાના બનાવના પગલે લોકોના ટોળા ત્યાં ઉમટી...

અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ

બોટાદ શહેરના તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સરાજાહેર ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી.જેને પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ હત્યાના બનાવના પગલે લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસ કાફલો ત્યાં પહોંચી લાશને પીએમ માટે મોકલી હત્યાનું કારણ અને હત્યારાને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી

બોટાદ શહેરમાં તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં આજે મુદત ભરવા આવેલા સિહોરના મફતનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા લક્ષ્મણભાઈ કનુભાઈ જોગરાણા નામના 25 વર્ષીય યુવકની કોઈ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. લક્ષ્મણભાઈ તાલુકા સેવા સદનમાં મુદત ભરવા માટે આવ્યા હતા.

તીક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો 

જ્યાંથી તેઓ બહાર નીકળતા અગાઉથી તેની હત્યાનો પ્લાન બનાવીને ઉભેલા અજાણ્યા શખ્સોએ લક્ષ્મણભાઈ ઉપર તીક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી આડેધડ હથિયારોના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. જેથી તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નિપજ્યું હતું.

હત્યાના બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી

હત્યાના બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ મૃતકની બોડીને પીએમ હોસ્પિટલ ખસેડી હત્યાનું કારણ અને હત્યારાને શોધવા કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડ માં આશરે 25 વર્ષીય લક્ષમણ જોગરાણાની હત્યા માં મામલે આશરે 10 વર્ષ પહેલાં થયેલ હત્યા મામલાના આરોપી તરીકે લક્ષમણ જોગરાણા હતી.

ઉંમર 16 વર્ષની આસપાસ હોવાથી બાળ અદાલતમાં કેસ ચાલુ

તે સમયે તેની ઉંમર લગભગ 16 વર્ષની આસપાસની હોવાથી બાળ અદાલતમાં કેસ ચાલુ છે. ત્યારે અગાવ થયેલ હત્યાની દાજ રાખી લક્ષમણની આજરોજ તિક્ષણ હથિયારોના સરા જાહેર ઘા મારી હત્યા કરનાર આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો છે.

બોટાદ DYSP દ્રારા માહિતી આપવામાં આવી 

ત્યારે બોટાદ DYSP દ્રારા આપવામાં આવેલી માહિતી મુજબ અગાવની અંગત અદાવતમાં આ હત્યા થઇ હતી. જેને પગલે હાલ તો અલગ અલગ ટિમો બનાવી પોલીસ દ્રારા આરોપીને ઝડપી લેવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - Bharuch: સાસરિયાઓના ત્રાસથી કંટાળીને કર્યો આપઘાત

Tags :
BotadGujaratGujarat Firstmaitri makwanamurderedTALUKA SEVA SADANweaponyouth
Next Article