Botad : માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી થતી કપાસની ખરીદીને લઈ મોટા સમાચાર, ખેડૂતોને અપીલ
- Botad માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની ખરીદી અંગે મોટા સમાચાર
- ટેકાભાવથી થતી કપાસની ખરીદી થોડા દિવસો માટે બંધ રહેશે
- CCI દ્વારા કરાતી કપાસ ખરીદી બંધ રાખવામાં આવતા જાહેરાત કરાઈ
- આગામી પાંચ દિવસ કપાસ નહિં લવવા અપીલ કરાઈ
બોટાદનાં (Botad) માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાભાવથી થતી કપાસની ખરીદીને લઈ મોટા સમાચાર આવ્યા છે. થોડા દિવસ માટે માર્કેટિંગ યાર્ડમાં (Marketing Yard) ખરીદી પ્રક્રિયા બંદ રહેશે. CCI ની જાહેરાત બાદ બોટાદ માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન મનહર માતરિયા દ્વારા 5 દિવસ સુધી કપાસની ખરીદી બંધ રાખીને 3 ફેબ્રુઆરીથી પુનઃ ખરીદી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો - Weather Forecast : લો, ફરી માવઠાની આગાહી! અંબાલાલ પટેલે કહ્યું- આવતા અઠવાડિયે..!
ટેકાભાવથી થતી કપાસની ખરીદી થોડા દિવસો માટે બંધ
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં (Botad Marketing Yard) ટેકાનાં ભાવથી કપાસનું વેચાણ કરવા જતાં ખેડૂતો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. બોટાદનાં માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાભાવથી થતી કપાસની ખરીદી થોડા દિવસો માટે બંધ રહેશે. ટેકાનાં ભાવથી કપાસનું (Cotton) વેચાણ કરવા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ લાવતા ખેડૂતો માટે 5 દિવસ સુધી કપાસ નહિં લવવા અપીલ કરાઈ છે.
આ પણ વાંચો - BZ Group Scam : જામીન અરજી પર સુનાવણી, ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં વકીલે આપી આ ખાતરી!
CCI દ્વારા કરાતી કપાસ ખરીદી બંધ રાખવામાં આવતા જાહેરાત
માહિતી અનુસાર, સરકાર તરફી CCI દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે તે આગામી 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આથી, બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેન મનહર માતરિયા દ્વારા 5 દિવસ કપાસ ખરીદી બંધ કરીને 3 ફેબ્રુઆરીથી પુનઃ ખરીદી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, CCI દ્વારા 3 ફેબ્રુઆરીથી કપાસની પુનઃ ખરીદી શરૂ કરવામાં આવશે. ખેડૂતભાઈઓએ આ અંગે નોંધ લેવા વિનંતી છે.
આ પણ વાંચો - 76th Republic Day : દિલ્હીમાં મહેર સમાજની દીકરીઓ 'ભાતીગળ રાસ' રજૂ કરી ગુજરાતનું ગૌરવ વધારશે