Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad : સ્વામિનારાયણ વંશજ નૃગેન્દ્રપ્રસાદ મહારાજે કહ્યું - આવા નિવેદનો કરવાવાળાને અમે.!

તેમણે વિવાદિત ટિપ્પ્ણી કરનારા સાધુઓ સામે રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીને ન પાળે તે અમારો નથી.
botad   સ્વામિનારાયણ વંશજ નૃગેન્દ્રપ્રસાદ મહારાજે કહ્યું   આવા નિવેદનો કરવાવાળાને અમે
Advertisement
  1. સ્વામિનારાયણ સંતોના બફાટને લઈને મોટા સમાચાર (Botad)
  2. સ્વામિનારાયણ વંશજ નૃગેન્દ્રપ્રસાદ મહારાજનું મોટું નિવેદન
  3. વડતાલનાં નૃગેન્દ્રપ્રસાદ મહારાજે શિક્ષાપત્રીનો ઉલ્લેખ કર્યો
  4. "સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીને ન પાળે તે અમારો નથી"
  5. આવા નિવેદનો કરવાવાળાને અમે નથી આપતા માન્યતા : મહારાજ

Botad : હિન્દુ દેવી-દેવતા અને ધર્મ અંગે સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક સંતો દ્વારા કરવામાં આવેલા બફાટ સામે હવે સ્વામિનારાયણ વંશજ નૃગેન્દ્રપ્રસાદ મહારાજનું (Nrigendraprasadji Maharaj) મોટું નિવેદન સામે આવ્યું છે. વડતાલનાં નૃગેન્દ્રપ્રસાદ મહારાજે શિક્ષાપત્રીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીને ન પાળે તે અમારો નથી. આવા નિવેદનો કરવાવાળાને અમે માન્યતા નથી આપતા.

આ પણ વાંચો - સાધ્વી સાથે સાધુ સાગરચંદ્ર સાગરના બીભત્સ ફોટા વાઇરલ થતાં જૈન સમાજમાં આક્રોશ

Advertisement

Advertisement

આવા નિવેદનો કરવાવાળાને અમે માન્યતા નથી આપતા : નૃગેન્દ્રપ્રસાદ મહારાજ

છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan Sect) કેટલાક સંતો દ્વારા કરેલી હિન્દુ દેવી-દેવતાઓ અંગેની વિવાદાસ્પદ ટિપ્પ્ણીનાં વીડિયો સામે આવ્યા છે, જેને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે આ મામલે વડતાલના (Vadtal) અને સ્વામિનારાયણ વંશજ નૃગેન્દ્રપ્રસાદ મહારાજની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે વિવાદિત ટિપ્પ્ણી કરનારા સાધુઓ સામે રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીને ન પાળે તે અમારો નથી. આવા નિવેદનો કરવાવાળાને અમે માન્યતા નથી આપતા. આ લોકો પોતાની પ્રતિષ્ઠા મોટી કરવા માટે આવા વિવાદિત નિવેદનો કરે છે.

આ પણ વાંચો - VADODARA : ધારાસભ્ય અને મહંતે કુબેર ભંડારી મંદિરના દ્વાર ખોલ્યા, વિવાદ શમવાના સંકેત

વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદે પણ આપી હતી ચેતવણી!

વડતાલનાં નૃગેન્દ્રપ્રસાદ મહારાજે (Nrigendraprasadji Maharaj) વધુમાં કહ્યું કે, શિક્ષાપત્રીમાં પણ પાંચ દેવોને માનવા માટે સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે. જડતા અને મુર્ખતાના કારણે આવું કોઈ નિવેદન કરે તો તેને ભક્તોએ પણ ન માનવુ જોઈએ. બોટાદનાં (Botad) સનાળી મા મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. જણાવી દઈએ કે ગઈકાલે વડતાલ (Vadtal) ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદે (Acharya Rakesh Prasad) પણ આ વિવાદ અંગે પ્રતિક્રિયા આપી હતી અને ભારે રોષ વ્યક્ત કરી સંપ્રદાયનાં સંતોને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણનાં સાધુ-સંતો માપમાં રહે. અન્ય દેવી-દેવતાઓની નિંદા ન કરશો. શ્રીજી મહારાજનાં નિયમોથી વિપરિત ચાલીએ છીએ એટલે કલેશ થાય છે.

મહંત શ્રીમાધવ સ્વામીએ માફી માગી હતી

ગઈકાલે દ્વારકા (Dwarka) સ્વામિનારાયણ મંદિરનાં મહંત શ્રીમાધવ સ્વામીએ (Mahant Shrimadhav Swami) પણ સંપ્રદાયનાં કેટલાક સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ અને હિન્દુ ધર્મ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગે પ્રતિક્રિયા આપી હતી અને માફી માગી હતી. મહંત શ્રીમાધવ સ્વામીએ કહ્યું હતું કે, હિન્દુ દેવી-દેવતાઓનું કોઈ ખંડણ કરતું હોય તો એ તેમની પોતાની વિચારધારા છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા નથી.

આ પણ વાંચો - VADODARA : ઝઘડા અંગે માઠું લાગી આવતા સગીરે જીવન ટૂંકાવ્યું

https://www.youtube.com/watch?v=7D50qX6PhBU

Tags :
Advertisement

.

×