ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોરબીમાં ત્રણ સ્પામાંથી કુટણખાનું ઝડપાયું

અહેવાલ---ભાસ્કર જોશી, મોરબી મોરબી સીટી પોલીસ દ્વારા મોરબી સીટીમાં ચાલતા સ્પામાં કામ કરતા કર્મચારીઓની નોંધણી ન કરાવનાર સંચાલકો તથા સ્પાનાં નામે કુટણખાનું ચલાવતા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી આદરી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા કુલ પાંચ સ્પાના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો...
06:37 PM Oct 19, 2023 IST | Vipul Pandya
અહેવાલ---ભાસ્કર જોશી, મોરબી મોરબી સીટી પોલીસ દ્વારા મોરબી સીટીમાં ચાલતા સ્પામાં કામ કરતા કર્મચારીઓની નોંધણી ન કરાવનાર સંચાલકો તથા સ્પાનાં નામે કુટણખાનું ચલાવતા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી આદરી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા કુલ પાંચ સ્પાના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો...

અહેવાલ---ભાસ્કર જોશી, મોરબી

મોરબી સીટી પોલીસ દ્વારા મોરબી સીટીમાં ચાલતા સ્પામાં કામ કરતા કર્મચારીઓની નોંધણી ન કરાવનાર સંચાલકો તથા સ્પાનાં નામે કુટણખાનું ચલાવતા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી આદરી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા કુલ પાંચ સ્પાના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ત્રણ સ્પામાંથી કુટણખાનું ઝડપી લેવાયું હતું.

જાહેરનામા ભંગના ગુના નોંધાયા

મળતી માહીતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે મોરબીમાં સનરાઇઝ સ્પા તથા કંડલાબાયપાસ કામધેનુ પાર્ટીપ્લોટની સામે આવેલ હની થાઇ સ્પામાં રેઈડ કરી સનરાઇજ સ્પાના દીપેન્દ્રભાઇ બ્રીજમોહન કુમાર તથા હની થાઇ સ્પાના સંચાલક કીરીટસિંહ રમેશસિંહ સીસોદીયા વિરુધ્ધ તેમના સ્પામા કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહીત ફોટો ગ્રાફસની નોંધણી નજીકના પોલીસ સ્ટેશનમા કરેલ ન હોય જેથી બંને વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૧૮૮ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કુટણખાનું ચલાવતા સંચાલકો પર પોલીસની તવાઈ

મોરબીમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા સંચાલકો પર પોલીસે તવાઈ બોલાવી હતી. જેમાં પ્રથમ દરોડામાં, મોરબી એસઓજીની ટીમે ભક્તીનગર સર્કલ ઓવર બ્રીજ પાસે આવેલ સર્વીસ રોડ ઉપર અફીમ સ્પામાં દરોડો પાડી અફીમ સ્પામાં અલગ અલગ રાજ્યમાંથી સ્પા કરાવવા માટે મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને સ્પાની આડમાં અનૈતિક શરીરસુખ માણવા માટે સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવતી બિમલા દેવીપ્રસાદ ઇગ્નાબ નામની મહિલાને પકડી પાડી છે. જયારે બીજો આરોપી મહેશભાઇ ગોકળભાઇ મેવા સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે. પોલીસે થ્રી સ્પા એન્ડ સલૂન પ્રા.લી.માં રેઇડ કરી દિપક રમેશચંદ ચૌહાણ તથા કર્ણબહાદુર નૌલે લોહાર ઉર્ફે નવલ લોહારને કુટણખાનું ચલાવતા ઝડપી પાડ્યા હતા જ્યારે વેલકમ સ્પામાં રેઇડ કરી જયેશભાઇ મોહનભાઇ પરડવા, વિમલભાઇ લલીતભાઇ અગ્રાવત, પ્રકાશભાઇ કનૈયાલાલ ડાખોરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો---ભારતમાં સૌ પ્રથમ વખત જન્મજાત બ્રેઇન્ડેડ બાળકના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું

Tags :
brothelGujaratmorbipolicespa
Next Article