Navsari : માથાભારે તત્વોને પોલીસે ઝડપી પાડયા, અંગત અદાવતમાં કર્યો જીવલેણ હુમલો
સુરતમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા માથાભારે તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વ્યસ્ત ગણાતા APMC માર્કેટ પાસે અંગત અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરનાર ત્રણ રીઢા ગુનેગારોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
Advertisement
સુરતના APMC માર્કેટ વિસ્તારમાં જૂની બોલાચાલીની અદાવત રાખીને ત્રણ માથાભારે શખ્સોએ ઈમરાન નામના યુવક પર આડેધડ છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઈમરાનને માથા, હાથ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી આસિફ અને તેના બે સાગરિતો કિશન અને સૂરજ દુબેને ઝડપી પાડ્યા છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે.
Advertisement


