Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Dahod Accident : ઈન્દોરથી અમદાવાદ જઈ રહેલી બસનો સર્જાયો અકસ્માત, 1નું કમકમાટી ભર્યું મોત, 17 ઈજાગ્રસ્ત

Dahod Accident : ગુજરાત અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક વખત દાહોદ ખાતે અકસ્માત સર્જાયો છે. મધ્યપ્રદેશ પરિવહનની બસ ઈન્દોરથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દાહોદ ખાતે આવેલી અવંતિકા હોટલ ઉપર બસ ટર્ન લેતા સમયે પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારી હતી.
dahod accident   ઈન્દોરથી અમદાવાદ જઈ રહેલી બસનો સર્જાયો અકસ્માત  1નું કમકમાટી ભર્યું મોત  17 ઈજાગ્રસ્ત
Advertisement
  • Dahod Accident : મધ્યપ્રદેશ પરિવહનની બસને નડ્યો અકસ્માત
  • અવંતિકા હોટલ ઉપર બસ ટર્ન લેતા સમયે ટ્રક ચાલકે મારી ટક્કર
  • ટ્રકની ટક્કરથી બસ પલટી મારી ઘસડાઈ
  • 1નું ઘટનાસ્થળે મોત, 17 ઈજાગ્રસ્ત

Dahod Accident : ગુજરાત અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક વખત દાહોદ ખાતે અકસ્માત સર્જાયો છે. મધ્યપ્રદેશ પરિવહનની બસ ઈન્દોરથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દાહોદ ખાતે આવેલી અવંતિકા હોટલ ઉપર બસ ટર્ન લેતા સમયે પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરથી બસ પલટી ગઈ હતી. બસમાં સવાર એક 17 જેટલા મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

Advertisement

1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત(Dahod Accident)

ઉલ્લેખનીય છે કે અકસ્માતની ઘટના બનતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે ઘટના અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે દાહોદની (Dahod Accident) ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રસ્તા પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ હતી. જેને પોલીસે વાહનવ્યવહાર સુચારુ કર્યો હતો.

Advertisement

અકસ્માતમાં 17 લોકો ઈજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર મોડી રાત્રે ઈન્દોરથી અમદાવાદ માટે મુસાફરોને લઈને જતી મધ્યપ્રદેશ પરિવહનની બસને અકસ્માત નડ્યો હતો. દાહોદ નજીક ઈન્દોર અમદાવાદ હાઈવે ઉપર અવંતીકા હોટલ ઉપર ચા-નાસ્તા માટે રોકાણ કરવાની હતી. જેના પગલે હાઈવે ઉપરથી હોટલ તરફ બસ ટર્ન લઈ રહી હતી. તે દરમિયાન પાછળ પૂરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બસને ટક્કર મારી હતી. જેના પગલે બસ પલટી મારી દૂર સુધી ઘસડાઈ હતી. મુસાફરો ફંગોળાઈ ગયા હતા જેમાં 17 લોકો ઈજાગ્રસ્ત થયા અને 1નું મોત નિપજ્યું છે. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

( અહેવાલ-સાબિર ભાભોર, દાહોદ) 

આ પણ વાંચો- Jayarajsinh Jadeja – Raju Solanki વચ્ચે સમાધાન બાદ વાયરલ ઓડિયો ક્લિપે મચાવ્યો ખળભળાટ

Tags :
Advertisement

.

×