Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji પાસે બસ નદીમાં ખાબકી, બસમાં સવાર હતા 55થી વધુ યાત્રિકો

Ambaji: અંબાજી પાસે મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે અંબાજી (Ambaji) નજીક આબુરોડ માર્ગ પરની ઘટનામાં 12 યાત્રિકોને ઈજા થઈ જોવાની પ્રાથમિક માહિતા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, આ બસમાં 55થી વધુ...
ambaji પાસે બસ નદીમાં ખાબકી  બસમાં સવાર હતા 55થી વધુ યાત્રિકો

Ambaji: અંબાજી પાસે મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે અંબાજી (Ambaji) નજીક આબુરોડ માર્ગ પરની ઘટનામાં 12 યાત્રિકોને ઈજા થઈ જોવાની પ્રાથમિક માહિતા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, આ બસમાં 55થી વધુ યાત્રિકો મુસાફરી કરી રહ્યા હતા. નોંધનીય છે કે, આબુરોડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે સાથે આબુરોડ મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Police: ASI વર્ગ-3 ની સીધી ભરતીને કરાઈ રદ, આ રીતે ભરાશે ખાલી જગ્યાઓ

રણુજાથી દર્શન કરીને ભક્તો ઘરે પરત ફરી રહ્યા હતા

આ બાબતે વિગતે વાત કરવામાં આવે તો, રણુજાથી દર્શન કરીને ભક્તો ઘરે પરત ફરી રહ્યા હતા. મહત્વની વાત એ છે કે, આ જ સ્થળે સતત ચોથો અકસ્માતનો બનાવ બન્યો છે. નોંધનીય છે કે, અહીં (Ambaji) અગાઉ એક બસ અને બે ટ્રક નદીમાં ખાબક્યા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે રાજસ્થાન પોલીસ આવી પહોંચી હતી. નોંધનીય છે કે, રાજસ્થાન જવાનોની સરાહનીય કામગીરી સામે આવી છે. ચાલુ વરસાદમાં નદીમાં ઉતરીને લોકોના જીવ બચાવ્યા હતાં.

Advertisement

આ પણ વાંચો: Gujarat: IPS હસમુખ પટેલને તેમના પદ પરથી હટાવાયા? નવા પરિપત્રમાં તેમનું નામ હટાવી દેવાતા મામલો ગરમાયો

અંબાજી નજીક ઘણા અકસ્માત થતા હોવાનું સામે આવતું રહે છે, જો અત્યારે થયેલા અકસ્માતમાં 12 લોકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. આ બસમાં 55થી વધુ યાત્રિકો મુસાફરી કરી રહ્યા હતા.

Advertisement

Tags :
Advertisement

.