Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BWWA દ્વારા જરૂરિયાદમંદ વિદ્યાર્થીઓને ઈ-લર્નિંગ માટે ટેબ્લેટનું વિતરણ

BSF કેમ્પસ ગાંધીનગરમાં BWWA (BSF વાઈફ્સ વેલફેર એસોશિએશન) ગુજરાત ફ્રન્ટિયરે સ્માઈલ્સ ફાઈન્ડેશનના સહયોગથી બનાસકાંઠા, પાટણ અને કચ્છના સરહદી ગામડાઓના 30 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ તથા BSF વીરાંગનાઓ અને બોર્ડર ગાર્ડના 20 તેજસ્વી વિદ્યાર્થીઓને ટેબ વિતરણ સાથે ઈ-લર્નિંગ શૈક્ષણિક સુવિદા આપી. ડો. પ્રેમા...
bwwa દ્વારા જરૂરિયાદમંદ વિદ્યાર્થીઓને ઈ લર્નિંગ માટે ટેબ્લેટનું વિતરણ
Advertisement

BSF કેમ્પસ ગાંધીનગરમાં BWWA (BSF વાઈફ્સ વેલફેર એસોશિએશન) ગુજરાત ફ્રન્ટિયરે સ્માઈલ્સ ફાઈન્ડેશનના સહયોગથી બનાસકાંઠા, પાટણ અને કચ્છના સરહદી ગામડાઓના 30 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ તથા BSF વીરાંગનાઓ અને બોર્ડર ગાર્ડના 20 તેજસ્વી વિદ્યાર્થીઓને ટેબ વિતરણ સાથે ઈ-લર્નિંગ શૈક્ષણિક સુવિદા આપી.

Advertisement

ડો. પ્રેમા ગાંધી, બાવા ચેરપર્સન, ગુજરાત ફ્રન્ટિયર અને શ્રી રવિ ગાંધી, ઇન્સ્પેક્ટર જનરલ, BSF, ગુજરાત ફ્રન્ટિયર આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીમતી ઉમા આહુજા, સ્થાપક અને અધ્યક્ષ, સ્માઇલ ફાઉન્ડેશન, નવી મુંબઈ સાથે વિદ્યાર્થીઓને ટેબલેટ અર્પણ કર્યા હતા. અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ, બોર્ડર ગાર્ડ્સ અને તેમના પરિવારો તેમજ સ્માઈલ ફાઉન્ડેશનના સભ્યો, માતા-પિતા અને બાળકો પણ આ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.

Advertisement

આ કાર્યક્રમને સંબોધતા શ્રી ગાંધીએ હોશિયાર વિદ્યાર્થીઓ તેમજ BSFના બાળકોને વધુ સારી શૈક્ષણિક તકો પૂરી પાડવા માટે સ્માઈલ ફાઉન્ડેશનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. સ્માઈલ્સ ફાઉન્ડેશન તેના 'સ્પ્રેડિંગ સ્માઈલ્સ'ના સૂત્રને સાચા અર્થમાં જીવી રહ્યું છે જે ટેબ્લેટ મળતાં બાળકોના ચહેરા પરના આનંદ પરથી સ્પષ્ટ થાય છે.

સ્માઈલ્સ ફાઉન્ડેશન દ્વારા પ્રદાન કરવામાં આવેલ ટેબ્લેટ, BYJU ની મફત લર્નિંગ એપ્લિકેશન્સ તેમજ NEET, JEE, UPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના ટ્યુટોરિયલ્સના ત્રણ વર્ષના સબ્સ્ક્રિપ્શન સાથે પૂર્વ-ઇન્સ્ટોલ કરેલું છે.

સ્માઈલ ફાઉન્ડેશન, નવી મુંબઈ સ્થિત એનજીઓ 'એજ્યુકેશન ફોર ઓલ' પ્રોગ્રામ દ્વારા પ્રતિભાશાળી બાળકોને સારા ભવિષ્ય માટે મફત શિક્ષણ પૂરું પાડે છે. માનવજાત માટે ગૌરવ, સમાનતા અને આદરની વિચારધારામાં માનતા, તેઓ સારી આવતીકાલમાં નોંધપાત્ર યોગદાન આપીને સમાન તકો ઊભી કરવા માટેનું વિઝન શેર કરે છે.

ડૉ. પ્રેમા ગાંધી, બાવા પ્રેસિડેન્ટ, ગુજરાત ફ્રન્ટિયરે તમામ BSF જવાનો અને તેમના પરિવારો વતી સ્માઈલ ફાઉન્ડેશનને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું.

આ પણ વાંચો : કોંગ્રેસ નેતાઓએ જ્યારે-જ્યારે PM ને ગાળો આપી છે ત્યારે તેમની લોકપ્રિયતા વધી છે

Tags :
Advertisement

.

×