ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BZ GROUP Scam: ભૂપેન્દ્ર ઝાલાનો વધુ એક વીડિયો વાયરલ થયો, મહાઠગે ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા

BZ GROUP Scam: ગુજરાતભરમાં અત્યારે માત્ર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ચર્ચાઓ થઈ રહીં છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.
03:12 PM Nov 30, 2024 IST | VIMAL PRAJAPATI
BZ GROUP Scam: ગુજરાતભરમાં અત્યારે માત્ર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ચર્ચાઓ થઈ રહીં છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.
BZ GROUP Scam
  1. ડાયરામાં લોકોના રૂપિયા ઉડાવતો દેખાયો મહાઠગ
  2. લોકોના રૂપિયાને ભૂપેન્દ્ર ઝાલાએ બેફામ ઉડાવ્યા
  3. લોકોને પ્રભાવિત કરવા ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા

BZ GROUP Scam: ગુજરાતભરમાં અત્યારે માત્ર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ચર્ચાઓ થઈ રહીં છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે ડાયરામાં લોકોના રુપિયા ઉડાવતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, લોકોના રૂપિયાને ભૂપેન્દ્ર ઝાલાએ લોકોના રૂપિયા બેફામ ઉડાવ્યાં રહ્યો છે. તેનો ફ્રોડ યોજનામાં લોકોને પ્રભાવિત કરવામાં માટે ડાયરામાં બેફામ રૂપિયા ઉડાવતો હતો.

આ પણ વાંચો: BZ GROUP Scam : CID ક્રાઇમે કહ્યું- માત્ર 2 બેંક ખાતામાં જ રૂ.175 કરોડની રકમ..!

હાથમાં પૈસાના બંડલ લઈ ડાયરામાં ઉડાવ્યાં રૂપિયા

નોંધનીય છે કે, 6000 કરોડનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા હાથમાં પૈસાના બંડલ લઈ કિર્તીદાન ગઢવીના ડાયરામાં પૈસા ઉડાડતા નજરે પડ્યો છે. BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વિગતો એવી પણ સામે આવી છે કે, અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ગયો છે. જેની ધરપકડ કરવા માટે પોલીસ પણ કામે લાગી ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડવા માટે અત્યારે પોલીસે ચાર ટીમ બચાવી છે.

આ પણ વાંચો: Surat: સચિન પાલીમાં એકસાથે ત્રણ બાળકોના મોત, રાત્રે ખાધો હતો આઈસ્ક્રીમ

BZ ગ્રૂપનાં CA ની પણ પૂછપરછ કરવામાં આવશેઃ CID

રાજ્યમાં લોકોને વધુ વ્યાજની લાલચ આપીને રોકાણ કરાવી 6 હજાર કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપ કેસ મામલે કાલે CID ક્રાઇમે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. CID ક્રાઇમે (CID Crime) જણાવ્યું કે, BZ ગ્રૂપનાં બેંક ખાતાઓની તપાસ ચાલી રહી છે. સાથે જ BZ ગ્રૂપનાં CA ની પણ પૂછપરછ કરવામાં આવશે. CID ક્રાઇમે જણાવ્યું કે, માત્ર બે એકાઉન્ટમાં જ રૂપિયા 175 કરોડની રકમ હોવાનું માલૂમ પડ્યું છે. આથી, કૌભાંડનો આંકડો રૂપિયા 6 હજાર કરોડથી પણ વધુ હોવાની સંભાવના છે.

આ પણ વાંચો: Mehsana: ઠાકોર પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત

Tags :
Bhupendrasing zala NewsBhupendrasing zala Viral VideoBhupendrasinh Jhala VideoBZ GROUP ceoBZ GROUP ceo Bhupendrasing zalaBZ GROUP ScamBZ GROUP Scam NewsBZ GROUP Scam Updategreat thug Bhupendrasinh JhalaGujarati NewsKirtidan dayro
Next Article