ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BZ Group Scam : 7 આરોપી વિરૂદ્ધ 22 હજાર પેજની ચાર્જશીટ દાખલ, તપાસમાં મોટા ખુલાસા!

મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત 6 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ હાલ બાકી હોવાનું જાણવા મળ્યું છે.
10:16 PM Feb 21, 2025 IST | Vipul Sen
મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત 6 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ હાલ બાકી હોવાનું જાણવા મળ્યું છે.
BZGroup_Gujarat_first
  1. BZ Group Scam કેસમાં 7 આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ
  2. CID ક્રાઇમે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી
  3. 7 આરોપીની 22 હજાર પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી
  4. ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત 6 આરોપીની ચાર્જશીટ બાકી

રાજ્યનાં બહુચર્ચિત BZ ગ્રૂપ (BZ Group Scam) કૌભાંડમાં મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં 7 આરોપીઓ સામે ચાર્જશીટ (Chargesheet) દાખલ કરવામાં આવી છે. CID ક્રાઇમે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 22 હજાર પેજની ચાર્જશીટ રજૂ કરી છે. જ્યારે, ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala) સહિત 6 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ હાલ બાકી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર કેસમાં હજુ 15 જેટલા આરોપીની ધરપકડ બાકી છે.

આ પણ વાંચો - Sabarkantha: ઈડરમાંથી ઝડપાયો નકલી ફૂડ ઇન્સ્પેક્ટર, વેપારીઓને શંકા જતા ચખાડ્યો મેથીપાક

7 આરોપીની 22 હજાર પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ

રાજ્યભરમાં લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી મસમોટું કૌભાંડ BZ ગ્રૂપ (BZ Group Scam) કૌભાંડમાં CID ક્રાઇમે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 7 આરોપીઓ સામે 22 હજાર પેજની ચાર્જશીટ રજૂ કરી છે. માહિતી અનુસાર, આરોપી વિશાલસિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકી, આશિક ભરથરી, સંજયસિંહ પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણ અને મયુર દરજી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જો કે, ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala) સહિત 6 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ બાકી છે. જણાવી દઈએ કે, આ સમગ્ર કેસમાં હજુ 15 જેટલા આરોપીની ધરપકડ બાકી છે.

આ પણ વાંચો - કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

655 સાક્ષીઓના નિવેદન કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં (Ahmedabad Rural Sessions Court) 655 સાક્ષીઓનાં નિવેદન મૂકવામાં આવ્યા છે. CID ક્રાઈમે ચાર્જશીટમાં 11,183 રોકાણકારો સાથે રૂ. 422.96 કરોડનું કૌભાંડ થયું હોવાનું જણાવ્યું છે. જ્યારે 6,866 રોકાણકારોને રૂ.172 કરોડ ચૂકવવાનાં બાકી છે. તમામ આરોપીઓ પૈકી કુલ 10 આરોપી BZ ફાઇનાન્સ સર્વિસની દિવ્ય દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી હોવાનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરાયો છે. સાથે જ જણાવ્યું કે આ લોકો રોકાણકારો સાથે અવાર-નવાર બેઠકો પણ કરતા હતા. BZ ગ્રૂપની અલગ-અલગ જિલ્લામાં 14 ઓફિસનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો - Gandhinagar : GAS કેડરનાં 11 અધિકારીઓને બઢતી અપાઈ, જુઓ લિસ્ટ

Tags :
Ahmedabad Rural Sessions CourtBhupendrasinh zalaBZ GROUP ScamChargeSheetCID CrimeGujarati breaking newsGujarati First NewsPonzi Schemetop news in gujarati
Next Article