ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BZ Group Scam: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરી ધરપકડ, હવે અનેક રહસ્યોનો થશે પર્દાફાશ

BZ Group Scam: અમદાવાદના કોઈ એજન્ટ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા પહેલા નેપાળ અને ત્યાંથી દૂબઈ ભાગી જવાની તૈયારીમાં હતો. CID ક્રાઈમ ટીમે પહેલા તેના ભાઈની તાપસ માટે ગ્રોમોર કેમ્પસ હિંમતનગર પહોંચી હતી.
11:45 AM Dec 28, 2024 IST | VIMAL PRAJAPATI
BZ Group Scam: અમદાવાદના કોઈ એજન્ટ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા પહેલા નેપાળ અને ત્યાંથી દૂબઈ ભાગી જવાની તૈયારીમાં હતો. CID ક્રાઈમ ટીમે પહેલા તેના ભાઈની તાપસ માટે ગ્રોમોર કેમ્પસ હિંમતનગર પહોંચી હતી.
Bhupendra Singh Jhala arrested
  1. ભૂપેન્દ્રસિંહ ઝાલાની નેપાળ થઈ દુબઈ ભાગવાની મનસા રહી અધૂરી
  2. અત્યાર સુધી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભુપેન્દ્રસિંહ છુપાયો હતો-સૂત્ર
  3. એક ફાર્મ હાઉસ બહાર મોંઘીડાટ કાર જોઈ ટીમ ને ગઈ હતી શંકા

BZ Group Scam: ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈ કાલે ક્રાઈમ બ્રાન્ચે ઘરપકડ કરી લીધી છે. તેના અત્યારે પુછપરછ કરવામાં આવી રહીં છે. જો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં ના આવી હોત તો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો. પરંતુ તેના મસૂબા પૂર્ણ થાય તે પહેલા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં પરંતુ તેની સાથે તેને આશરો આપનારા કિરણસિંહ ચૌહાણની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં છુપાયો હતો તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહની અટકાયત, હવે થશે A to Z તપાસ

ભૂપેન્દ્રસિંહ ઝાલા દૂબઈ ભાગી જવાની તૈયારીમાં હતો

સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, અમદાવાદના કોઈ એજન્ટ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા પહેલા નેપાળ અને ત્યાંથી દૂબઈ ભાગી જવાની તૈયારીમાં હતો. CID ક્રાઈમ ટીમે પહેલા તેના ભાઈની તાપસ માટે ગ્રોમોર કેમ્પસ હિંમતનગર પહોંચી હતી. ત્યારબાદ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દવાડા પહોચીં હતી અને ત્યાંથી કિરણસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. કારણ કે તેણે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપ્યો હતો. અત્યારે CID ક્રાઈમ બ્રાન્ચે આગળની તપાસ હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: જ્યાં રોકાઈને જલસા કરતો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ફાર્મ હાઉસ કોનું ? માહિતી આવી સામે!

કૌભાંડી ભૂપેન્દ્રસિંહ મહેસાણાના દવાડામાં છુપાયેલો હતો

ચોંકાવનારી વાત એ છે કે, CID ક્રાઈમ બ્રાન્ચની ટીમ દવાડા ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈને પકડવા માટે ગઈ હતીં પરંતુ ત્યાંથી તો ખુબ ભૂપેન્દ્રસિંહ ઝાલા જ મળી આવ્યો હતો. જે વિદેશ ભાગી ગયો હોવાનું જણાઈ રહ્યું હતું તે કૌભાંડી મહેસાણાના દવાડામાં છુપાયેલો હતો. અત્યારે પોલીસે તેની ધરપકડ કરીને આગળની તપાસ હાધ ધરી દીધી છે. હવે પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેમ છે.

આ પણ વાંચો: ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ જાણો CID ક્રાઇમનાં ઇન્ચાર્જ DIG એ શું કહ્યું ?

Tags :
Bhupendra Singh JhalaBhupendra Singh Jhala arrestedBZ GROUPBZ Group NewsBZ GROUP ScamCID Crime BranchGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsTop Gujarati News
Next Article