BZ Group Scam : કૌભાંડીને આશરો આપનારને જેલ મુક્તિ, જાણો ભૂપેન્દ્રસિંહ ઝાલાની અરજીનું શું થયું ?
- BZ Group Scam મામલે મોટા સમાચાર
- મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનારાને જેલ મુક્તિ
- ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર બંને પક્ષની દલીલ પૂર્ણ
- કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, 30 જાન્યુ. આપશે ચુકાદો
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી સૌથી મોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપ (BZ Group Scam) કેસને લઈ મોટા સમાચાર આવ્યા છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala) ને આશરો આપનાર આરોપીને કોર્ટે રાહત આપી છે. આરોપી કિરણ સિંહને જેલ મુક્ત કરવા ગ્રામ્ય સેશન્સ કોર્ટની (Rural Sessions Court) મંજૂરી મળી છે. જ્યારે બીજી તરફ મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. 30 જાન્યુઆરીનાં રોજ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ચુકાદો આપશે.
આ પણ વાંચો - Sthanik Swaraj Election : વિવિધ જિલ્લાઓમાં BJP ની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, વાંચો વિગત
ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનારને જેલ મુક્તિની મંજૂરી
માહિતી અનુસાર, BZ ગ્રૂપ કૌભાંડ (BZ Group Scam) કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala) ને આશરો આપનાર આરોપી કિરણ સિંહને ગ્રામ્ય સેશન્સ કોર્ટે મોટી રાહત આપી છે. આરોપી કિરણ સિંહને જેલ મુક્ત કરવા કોર્ટે મંજૂરી આપી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણામાં આવેલા કિરણસિંહનાં ફાર્મ હાઉસથી ધરપકડ કરી હતી, જે બાદ કિરણસિંહને પણ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Amreli Letterkand : ત્રણેય આરોપી જેલ મુક્ત, બહાર આવીને સૌથી પહેલા કહી આ વાત!
ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર બંને પક્ષની દલીલ પૂર્ણ
બીજી તરફ BZ ગ્રૂપનાં (BZ Group Scam) માલિક અને મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટમાં (Rural Sessions Court) સુનાવણી હાથ ધરાઈ હતી. જો કે, હવે જામીન અરજી પર બંને પક્ષોની દલીલ પૂર્ણ થઈ ગઈ છે. દલીલ પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. માહિતી અનુસાર, ગ્રામ્ય સેશન્સ કોર્ટ 30 મી જાન્યુઆરી, 2025 નાં રોજ આ મામલે ચુકાદો આપશે.
આ પણ વાંચો - Surat : મોપેડ પર 5.38 લાખનું MD ડ્રગ્સ લઈ જતાં 2 ને દબોચ્ચા, એક ઘરમાંથી ઝડપાયો