BZ Ponzi Scheme: ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહની અટકાયત, હવે થશે A to Z તપાસ
- મહેસાણા ના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ ઉપરથી દબોચ્યો
- સીઆઇડી ક્રાઈમ એ ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનાર ને દબોચ્યો
- કિરણસિંહ ચૌહાણને તેના જ ફાર્મ હાઉસ ઉપર થી દબોચી લીધો
BZ Ponzi Scheme: ગુજરાતમાં પોન્ઝી સ્કીમ થકી 6 હજાર કરોડનું કૌભાંડ થયું હતું જેમાં ગઈ કાલે BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendra Singh Jhala)ની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે અત્યારે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહ (KiranSingh Chuahan)ની પણ અટકાયત કરી લેવામાં આવી છે. કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને સીઆઇડી ક્રાઈમે દબોચ્યો છે. સીઆઈડી ક્રાઈમે આ કૌભાંડ મામલે અત્યારે સઘન તપાસ કરી રહીં હતી.
આ પણ વાંચો: BZ Group Scam : જ્યાં રોકાઈને જલસા કરતો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ફાર્મ હાઉસ કોનું ? માહિતી આવી સામે!
કિરણસિંહની મહેસાણાના દવાડા નજીક તેના ફાર્મ હાઉસથી ધરપકડ કરાઈ
સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનારા કિરણસિંહ (KiranSingh Chuahan)ને મહેસાણાના દવાડા નજીક તેના ફાર્મ હાઉસથી દબોચી લીધો છે. ક્રાઈમ બ્રાન્ચ અત્યારે તપાસ કરી રહીં છે કે, કિરણસિંહ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સામેલ છે કે કેમ? શું ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે કિરણસિંહ સામેલ હતો કે કેમ તે પણ અત્યારે તપાસ ચાલી રહીં છે. જો કે, અત્યારે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendra Singh Jhala)ને શરણ આપવા મામલે કિરણસિંહની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gondal : પાટીદળ ગામનાં મકાનમાંથી વિદેશી દારૂની 350 પેટી મળી, 26 લાખનો મુદ્દામાલ જપ્ત
કિરણસિંહ ને નેતા બનવા નો પણ ભારે અભરખો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કિરણસિંહ ઝાલાને નેતા બનવું હતું જે માટે કદાચ ભૂપેન્દ્રસિંહ ઝાલાની મદદ કરી રહ્યો હતો. પરંતુ અત્યારે તો ક્રાઈમ બ્રાન્ચે કિરણસિંહના નેતા બનવા અભરખાને ચકનાચૂર કરી નાખ્યો છે. મળતી વિગતો પ્રમાણે કિરણસિંહ ચૌહાણ ભવાની સેના ગુજરાતના અધ્યક્ષ છે. BZ પોન્ઝી સ્કીમમાં કિરણસિંહની સંડોવણી હોવાની સીઆઇડી ક્રાઈમને આશંકા છે. જેથી અત્યારે આ દિશામાં તપાસ હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: Gujarat: રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ