ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

NAVSARI : પ્રદેશ ભાજપ અધ્યક્ષ C R PATIL એ નામાંકન પત્ર ભરતા પહેલા લીધા માતાના આશીર્વાદ

C R PATIL : ભારતમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગું હવે ફૂંકાઈ ગયું છે ત્યારે ગુજરાતમાં હવે ચૂંટણીને લઈને ધમધમાટ અને વાતો વિવાદો શરૂ થઈ ગયા છે. દરેક પક્ષોના ઉમેદવારો અત્યારના દિવસોમાં રેલીના માધ્યમો દ્વારા શક્તિપ્રદર્શન કરીને નામાંકન પત્ર ભરવા માટે જઈ...
10:44 AM Apr 18, 2024 IST | Harsh Bhatt
C R PATIL : ભારતમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગું હવે ફૂંકાઈ ગયું છે ત્યારે ગુજરાતમાં હવે ચૂંટણીને લઈને ધમધમાટ અને વાતો વિવાદો શરૂ થઈ ગયા છે. દરેક પક્ષોના ઉમેદવારો અત્યારના દિવસોમાં રેલીના માધ્યમો દ્વારા શક્તિપ્રદર્શન કરીને નામાંકન પત્ર ભરવા માટે જઈ...

C R PATIL : ભારતમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગું હવે ફૂંકાઈ ગયું છે ત્યારે ગુજરાતમાં હવે ચૂંટણીને લઈને ધમધમાટ અને વાતો વિવાદો શરૂ થઈ ગયા છે. દરેક પક્ષોના ઉમેદવારો અત્યારના દિવસોમાં રેલીના માધ્યમો દ્વારા શક્તિપ્રદર્શન કરીને નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આજરોજ ગુજરાત ભાજપના પીઢ નેતા અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર ( C R PATIL  ) પાટીલ નવસારી લોકસભા બેઠક ખાતેથી પોતાની ઉમેદવારો નોંધાવશે. પરંતુ પોતાનું નામાંકન ફોર્મ ભરતા પહેલા સી. આર પાટીલએ પોતાની માતાના આશીર્વાદ લીધા હતા.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સુરત ખાતેના પોતાના નિવાસસ્થાનેથી નવસારી લોકસભા ક્ષેત્ર ખાતે ઉમેદવારી પત્ર ભરવા અને રેલીમાં ભાગ લેવા માટે પરિવારજનોને મળી પ્રસ્થાન કર્યું છે. સી આર પાટીલએ રેલીના શરૂઆત અને નામાંકન પત્ર ભરતા પહેલા પોતાની માતાના આશીર્વાદ લીધા હતા અને આ સમય દરમિયાન તેમના અન્ય પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સી આર પાટીલને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :  Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મેગા રોડ શોનો પ્રારંભ, ગુજરાત પોલીસનો લોખંડી બંદોબસ્ત

Tags :
C.R.Patilloksabha 2024LokSabha ElectionsNavsari
Next Article