ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કેનેડાની Toronto City માં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત

Toronto City Accident: ટોરેન્ટો (Toronto City) માં માર્ગ અકસ્માતમા ભાદરણ કોલેજના પ્રોફેસર હરેન્દ્રસિંહ સિસોદીયાના પુત્ર અને બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ ભાઇ જયરાજસિંહનુ કરૂણ નિધન થયુ છે.
10:41 AM Oct 26, 2024 IST | VIMAL PRAJAPATI
Toronto City Accident: ટોરેન્ટો (Toronto City) માં માર્ગ અકસ્માતમા ભાદરણ કોલેજના પ્રોફેસર હરેન્દ્રસિંહ સિસોદીયાના પુત્ર અને બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ ભાઇ જયરાજસિંહનુ કરૂણ નિધન થયુ છે.
accident Canada Toronto
  1. અકસ્માત થયો ત્યારે ટેસ્લા કારમાં 5 લોકો સવાર હતા
  2. ગમખ્વાર અકસ્માતમાં 4 નું ઘટના સ્થળ પર જ મોત
  3. મૃત્યુ પામેલા તમામ લોકો ગૂજરાતના હોવાનું જાણવા મળ્યું

Toronto City: કેનેડાના ટોરોન્ટો (Toronto City)થી એક ખુબ જ મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં કેનેડાની ટોરોન્ટો સિટી (Toronto City)માં એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ચાર લોકોનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. ટોરેન્ટો (Toronto City) માં માર્ગ અકસ્માતમા ભાદરણ કોલેજના પ્રોફેસર હરેન્દ્રસિંહ સિસોદીયાના પુત્ર અને બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ ભાઇ જયરાજસિંહનુ કરૂણ નિધન થયુ છે. જયરાજસિંહ બોરસદ ક્ષેત્રના પ્રતિભા સંપન્ન અને આશાસ્પદ તેજોતર્રાર યુવાન હતા.

આ પણ વાંચો: Canada : વોલમાર્ટ સ્ટોરના ઓવનમાંથી મળ્યો ભારતીય યુવતીનો સળગેલો મૃતદેહ

ટોરોન્ટો સિટીમાં એક ગમખ્વાર અકસ્માત થયો

નોંધનીય છે કે, ગોધરાના પંચમહાલ ડિસ્ટ્રીક બેંકના નિવૃત્ત કર્મચારી સંજયભાઈ ગોહિલના પુત્ર અને પુત્રીનું કેનેડા ખાતે અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. કેનેડાના ટોરેન્ટો સિટીમાં ટેસ્લા કારમાં સવાર પાંચ લોકો પૈકી ગોધરાના કેતા સંજયભાઈ ગોહિલ 30 વર્ષ અને નીલ સંજયભાઈ ગોહિલ 26 વર્ષનું કાર અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં આ પરિવાર ઉપર દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે.

આ પણ વાંચો: આ મહિલાની ઓપન ચેલેન્જથી Putin ટેન્શનમાં...

તમામ વિદ્યાર્થીઓ એક જ વાનમાં સવાર હતા

આ સમગ્ર ઘટનાની કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ આપી હતી. આ બાબતે તેમણે કહ્યું કે, ‘ટોરોન્ટો (Toronto)માં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની ટીમ પીડિતોના મિત્રો સાથે મદદ માટે સંપર્કમાં છે.’ અકસ્માતની વાત કરવામાં આવે તો, તમામ વિદ્યાર્થીઓ એક જ વાનમાં સવાર હતા. આ ઘટના 3.45 વાગ્યાની આસપાસ બની હતી. વધારે વિગતો વાત કરવામાં આવે તો, એક ટ્રેક્ટ તેમની વાન સાથે અથડાયું હતું. અકસ્માતના પગલે વાનમાં સવાર ચાલ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અને આ ચારેય લોકો ગુજરાતના હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Iran : બોમ્બ ધડાકાઓથી તહેરાન સહિતના સૈન્ય મથકો ધણધણી ઉઠ્યાં

Tags :
accident Canada TorontocanadaCanada Toronto CityCar AccidentTesla CarTesla Car accidentTesla Car accident canadaTesla Car accident Toronto Citytoronto Citytoronto City Accident
Next Article