Dakor : હોટ ડોગમાંથી કીડીઓ નીકળી! ગ્રાહકે ફરિયાદ કરી તો દુકાન માલિકે કહ્યું- આ તો...
- Dakor માં હોટ ડોગમાંથી જીવાત મળી આવી હોવાનો મામલો
- ડાકોર મોન્જિનિસ કેક શોપનાં હોટ ડોગમાં નીકળી જીવાત!
- જીવતો મળી આવતા ગ્રાહકે દુકાન માલિકને ફરિયાદ કરી
- ફરિયાદ કરતા દુકાન માલિકે કહ્યું- ઉપરથી આવી છે જીવાત...
- ગ્રાહકને ઉડાઉ જવાબ આપતા ફૂડ એન્ડ ડ્રગમાં ફરિયાદ
Dakor : રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. ખેડા જિલ્લાનાં (Kheda) ડાકોરમાં હોટ ડોગમાંથી જીવાત નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. હોટ ડોગમાંથી (Hot Dog) જીવાત નીકળી હોવાનો ગ્રાહકે દાવો કર્યો અને જ્યારે આ અંગે દુકાન માલિકને ફરિયાદ કરી તો માલિકે ઉડાઉ જવાબ આપ્યો હોવાનો પણ આરોપ થયો છે. આ મામલે ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં (Food and Drug Department) ફરિયાદ કરી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ મામલે વિભાગ ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે ?
આ પણ વાંચો - Ahmedabad : આનંદ નિકેતન સ્કૂલ બસનાં અકસ્માત અંગે Gujarat First એ સંચાલકોનો સંપર્ક કર્યો પરંતુ...
ડાકોરમાં મોન્જિનિસ કેક શોપનાં હોટ ડોગમાં નીકળી જીવાત!
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં હોટ ડોગમાંથી (Hot Dog) જીવાત નીકળી હોવાનો ગ્રાહક દ્વારા દાવો કરાય છે. માહિતી અનુસાર, આ વાઇરલ વીડિયો ખેડા જિલ્લાનાં ડાકોરમાં (Dakor) આવેલી મોન્જિનિસ કેક શોપનો હોવાનું સામે આવ્યું છે. આરોપ મુજબ, મોન્જિનિસ કેક શોપમાંથી (Monginis Cake Shop) ગ્રાહકે હોટ ડોગની ખરીદી કરી હતી પરંતુ, તેમાંથી કીડીયો મળી આવી હતી. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો બનાવ્યો હતો. ગ્રાહકનો આરોપ છે કે જ્યારે આ મામલે દુકાન માલિકને ફરિયાદ કરી તો ઉડાઉ જવાબ આપ્યો હતો.
ડાકોરમાં હવે હોટ ડોગમાંથી મળી આવી જીવાત
જીવતો મળી આવતા ગ્રાહકે કરી દુકાન માલિકને ફરિયાદ
ગ્રાહકને ઉડાઉ જવાબ આપતા ફૂડ એન્ડ ડ્રગમાં ફરિયાદ
ડાકોર મોન્જિનિસ કેક શોપના હોટ ડોગમાં નીકળી જીવાત
ફરિયાદ કરતા દુકાન માલિકે કહ્યું ઉપરથી આવી છે જીવાત:ગ્રાહક#Gujarat #Kheda #Dakor… pic.twitter.com/05MktF33i1— Gujarat First (@GujaratFirst) April 2, 2025
આ પણ વાંચો - Navsari Fire : ડીસા બાદ નવસારીની પેપર મિલમાં લાગી વિકરાળ આગ, દૂર સુધી દેખાયા ધુમાડાનાં ગોટેગોટા
ગ્રાહકને દુકાન માલિકે ઉડાઉ જવાબ આપતા ફૂડ એન્ડ ડ્રગમાં ફરિયાદ
ગ્રાહકે જણાવ્યું કે, આ મામલે જ્યારે દુકાન માલિકને ફરિયાદ કરી તેણે કહ્યું કે, ઉપરથી જીવાત આવી છે. જો કે, આ ઘટના અંગે ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં (Food and Drug Department) ફરિયાદ કરી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ મામલાને કેટલી ગંભીરતાથી લે છે અને કાર્યવાહી કરે છે કે કેમ. નોંધનીય છે કે, આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ આપણી સમક્ષ અનેકવાર આવી ચૂકી છે. ત્યારે, રાજ્યમાં નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઇસમો પર ક્યારે લગામ લગાશે તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.
આ પણ વાંચો - Gondal : બાંદરા ગામે ભાદરનાં ઓવારામાં નહાવા પડેલા પ્રૌઢનું ડુબી જવાથી મોત