ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CBI: સીબીઆઈએ તેના જ અધિકારી સામે કેસ નોંધ્યો; 55 લાખની રોકડની વસૂલાત માટે 20 સ્થળોએ તપાસ

CBI: એફઆઈઆરમાં આરોપ છે કે, આરોપી જાહેર સેવક અનેક એકાઉન્ટ્સ અને હવાલા ચેનલ દ્વારા લાંચના પૈસાની લેવડ-દેવડ માટે અલગ-અલગ વચેટિયાઓની સેવાઓનો ઉપયોગ કરી રહ્યો હતો.
10:12 PM Jan 02, 2025 IST | VIMAL PRAJAPATI
CBI: એફઆઈઆરમાં આરોપ છે કે, આરોપી જાહેર સેવક અનેક એકાઉન્ટ્સ અને હવાલા ચેનલ દ્વારા લાંચના પૈસાની લેવડ-દેવડ માટે અલગ-અલગ વચેટિયાઓની સેવાઓનો ઉપયોગ કરી રહ્યો હતો.
case against CBI officer
  1. કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીમાં 20 જગ્યાઓ પર તપાસ
  2. તપાસમાં રૂપિયા 55 લાખની રોકડની રિકવરી કરવામાં આવી
  3. સીબીઆઈની આ કાર્યવાહી અન્ય ભ્રષ્ટ અધિકારીઓ માટે ચેતવણી

CBI: ભ્રષ્ટાચાર અને અન્ય અપરાધ બાબતે પોતાની શૂન્ય સહિષ્ણુતાની નીતિના ભાગરૂપે સીબીઆઈએ તેના પોતાના ડીવાયએસપી અને અન્ય લોકો વિરુદ્ધ તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના દાયરામાં રહેલા વિવિધ વ્યક્તિઓ પાસેથી અયોગ્ય લાભ મેળવવાના આરોપો પર કેસ નોંધ્યો છે. એફઆઈઆરમાં આરોપ છે કે, આરોપી જાહેર સેવક અનેક એકાઉન્ટ્સ અને હવાલા ચેનલ દ્વારા લાંચના પૈસાની લેવડ-દેવડ માટે અલગ-અલગ વચેટિયાઓની સેવાઓનો ઉપયોગ કરી રહ્યો હતો.

આ પણ વાંચો: વાહ! અધિકારી હોય તો આવા, જિલ્લા પુરવઠા અધિકારી ખુબ વેશ પલટો કરી તપાસ માટે પહોંચ્યા

તપાસમાં રૂપિયા 55 લાખની રોકડની રિકવરી કરવામાં આવી

એફઆઈઆરની નોંધણીના પરિણામે જયપુર, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીમાં 20 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી છે. તપાસમાં રૂપિયા 55 લાખની રોકડની રિકવરી કરવામાં આવી છે. જે હવાલા ચેનલ દ્વારા રૂટ કરવામાં આવી છે. જેમાં આશરે રૂપિયા 1.78 કરોડનું રોકાણ દર્શાવતી મિલકતના કાગળ અને રૂપિયા 1.63 કરોડના વ્યવહારો દર્શાવતી બુક એન્ટ્રીઓ ઉપરાંત અન્ય ગુનાહિત દસ્તાવેજો/ વસ્તુઓ સામેલ છે.

આ પણ વાંચો: બિસ્માર માર્ગોના પ્રશ્ને રીક્ષા એસોસિએશનના ધરણા પ્રદર્શન, કોને સમર્થન આપવું ભાડે પડ્યું?

આ કેસ ભ્રષ્ટ અધિકારીઓ માટે ચેતવણીરૂપ છે

નોંધનીય છે કે, આ બાબતે સીબીઆઈએ વધુ તપાસ ચાલુ કરી દીધી છે. જો કે, સીબીઆઈની આ કાર્યવાહી અન્ય ભ્રષ્ટ અધિકારીઓ માટે ચેતવણી છે. જે લોકો પણ સિસ્ટમમાં રહીને ભ્રષ્ટાચાર કે લાંચ લેવાનું વિચારી રહ્યા હોય તો અથવા તો કરી રહ્યાં તો પહેલેથી ચેતી જવાની જરૂર છે, બાકી સીબીઆઈ દ્વારા તેમની સામે પણ કાર્યાવીહ કરવામાં આવે જ છે તે નક્કી છે. ભવિષ્યમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવે તે ઇચ્છનિય છે. અને ભ્રષ્ટ અધિકારીઓ સામે લોકો પણ અવાજ ઉઠાવે અને કાર્યવાહી માટે આગળ આવે તે પણ જરૂરી છે.

આ પણ વાંચો: Kutch: ગુરૂ અને શિષ્યના સંબંધને લાગ્યું લાંછન, માધાપરમાં બાળકી સાથે અડપલા કરતા શિક્ષકની ધરપકડ

Tags :
bribe casecase against CBI officercase of briberyCBICBI officerCorrupt CBI officerCorrupt CBI officer NewsCorrupt OfficerGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsTop Gujarati News
Next Article