ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

South Western Air Command ગાંધીનગર ખાતે International Yoga Day ની ઉજવણી

11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે તા. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) તરીકે ઉજવવાનો ઠરાવ અપનાવવામાં આવ્યો ત્યારથી દર વર્ષે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) હેઠળના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોગ દિવસની...
03:33 PM Jun 21, 2023 IST | Viral Joshi
11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે તા. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) તરીકે ઉજવવાનો ઠરાવ અપનાવવામાં આવ્યો ત્યારથી દર વર્ષે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) હેઠળના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોગ દિવસની...

11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે તા. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) તરીકે ઉજવવાનો ઠરાવ અપનાવવામાં આવ્યો ત્યારથી દર વર્ષે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) હેઠળના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોગ દિવસની (Yoga Day 2023) ઉજવણી કરવામાં આવી હતી. 21 જૂન 2023 ના રોજ પૂરા ઉત્સાહ સાથે તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોએ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

પ્રોટોકોલ મુજબ યોગ સત્ર

આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ યોગ અને ધ્યાન સત્ર હાથ ધરવામાં આવ્યું હતું. યોગ સત્રમાં વિવિધ આસનો (સ્ટ્રેચિંગ, સ્ટેન્ડિંગ, સિટિંગ, પ્રોન, સુપિન અને બ્રેથિંગ એક્સરસાઇઝ વગેરે), ધ્યાનનો સમાવેશ થાય છે અને શ્રીમતી બીના રાવત અને તેમની ટીમ દ્વારા યોગ સંકલ્પ સાથે સમાપન કરવામાં આવ્યું હતું.

સમગ્ર દુનિયામાં યોગ દિવસની ઉજવણી

ઉલ્લેખનીય છે કે, આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે યોગ દિવસની ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ છે. સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઇ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) યોગ કર્યા હતા. આ કાર્યક્રમમાં 1.25 લાખ લોકોએ એક સાથે યોગ કર્યો હતો. આજે રાજ્યભરમાં 60 હજારથી વધુ સ્થળે યોગ દિવસની ઉજવણી કરાઇ રહી છે.

વડાપ્રધાન UN માં કરશે યોગ

વડાપ્રધાન મોદીએ (Narendra Modi) નવ વર્ષ પહેલા યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના મંચ પરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વાર્ષિક કાર્યક્રમનો સૌપ્રથમ પ્રસ્તાવ મૂક્યો તે પછી આ પહેલીવાર હશે કે તેઓ યુએન (UN) હેડક્વાર્ટર ખાતે યોગ સત્રનું નેતૃત્વ કરશે. આને ઐતિહાસિક દિવસ તરીકે જોવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અહીં 21 જૂને યોજાનારી યોગ દિવસની ઉજવણીમાં ઘણા રાજદ્વારીઓ, કલાકારો, શિક્ષણશાસ્ત્રીઓ અને ઉદ્યોગસાહસિકો સહિત 180 થી વધુ દેશોના લોકો ભાગ લેવાના છે.

આ પણ વાંચો : UN માં YOGA DAY નું ભવ્ય આયોજન થશે, 180 દેશના પ્રતિનિધિઓ થશે સામેલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
GandhinagarInternational Yoga DaySouth Western Air CommandYoga Day 2023
Next Article