ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CETA : યુ.કે. સાથે ભારતના આર્થિક જોડાણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ કરાર

રાજ્યના ઉત્પાદકો, નિકાસકર્તાઓ અને સ્ટાર્ટઅપ્સ માટે યુ.કે. જેવા વિકસિત બજારમાં પ્રવેશ સરળ
05:16 PM Jul 30, 2025 IST | Kanu Jani
રાજ્યના ઉત્પાદકો, નિકાસકર્તાઓ અને સ્ટાર્ટઅપ્સ માટે યુ.કે. જેવા વિકસિત બજારમાં પ્રવેશ સરળ

CETA: GCCI, ઉદ્યોગ-ખાણ વિભાગ અને વિદેશ વેપાર મહા નિર્દેશાલય (Department of Industries and Mines and Directorate General of Foreign Trade) ના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત (Balwantsinh Rajput)ની અધ્યક્ષતામાં ‘ભારત-યુ.કે. વ્યાપક આર્થિક-વેપાર કરાર’ પર કેન્દ્રિત ઓપન ફોરમ કાર્યક્રમ યોજાયો
-----
CETA થકી ભારત ત્રીજી સૌથી મોટી વિશ્વ શક્તિ બનવા તરફના પ્રયત્નોને વિશેષ ગતિ પ્રાપ્ત થશે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
-----
આ કરારથી કાપડ, લેધર, ફૂટવેર જેવા વિવિધ ઉદ્યોગોને નિકાસની અનેકવિધ નવી તકો મળશે: GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયર
-----
CETA : અમદાવાદ ખાતે ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં "ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર-Comprehensive Economic and Trade Agreement  (CETA) પર કેન્દ્રિત ઓપન ફોરમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી-GCCI દ્વારા રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ તેમજ વિદેશ વેપાર મહા નિર્દેશાલય સાથે સંયુક્ત રીતે આયોજિત કાર્યક્રમમાં ઐતિહાસિક મુક્ત વેપાર કરાર થકી ભારત-યુ.કે. વચ્ચે રહેલી વ્યાપાર અને રોકાણની નવી તકો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

ભારતે વિશ્વની ચોથી મોટી શક્તિ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે (Balwantsinh Rajput) જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)ના વિઝનરી નેતૃત્વમાં ભારતે વિશ્વની ચોથી મોટી શક્તિ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) થકી આગામી સમયમાં ભારત ત્રીજી સૌથી મોટી વિશ્વ શક્તિ બનવા તરફના આપણા પ્રયત્નોને વિશેષ ગતિ પ્રાપ્ત થશે. આ કરારથી રાજ્યના ઉત્પાદકો, નિકાસકર્તાઓ અને સ્ટાર્ટઅપ્સ માટે યુ.કે. જેવા વિકસિત બજારમાં પ્રવેશ સરળ બનશે, જે ગુજરાત માટે પણ એક સોનાનો અવસર બની રહેશે. આ કરાર ભારતને એક નવી અર્થતંત્રની ઊંચાઈ તરફ લઈ જશે અને “વોકલ ફોર લોકલથી ગ્લોબલ સુધી” (Local for Vocal to Global)નો હેતુ સિદ્ધ કરશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રી રાજપૂતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શનમાં ફૂડપાર્ક માટેના MOU તેમજ લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા માટે રાજ્ય સરકારે લીધેલા વિવિધ પગલાઓ થકી ઉદ્યોગોને થનાર ફાયદોઓ વિશે ઉપસ્થિત ઉદ્યોગકારોને માહિતગાર કર્યા હતા.

૯૯ ટકા નિકાસ માટે અભૂતપૂર્વ ડ્યુટી-મુક્ત ઍક્સેસ

શાબ્દિક સ્વાગત કરતાં GCCIના પ્રમુખ  સંદીપ એન્જિનિયરે કહ્યું કે, CETA એ યુ.કે. સાથે ભારતના જોડાણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે આર્થિક એકીકરણને મજબૂત કરવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. શ્રી એન્જિનિયરે ભારત દ્વારા યુ.કે.માં થતી ૯૯ ટકા નિકાસ માટે અભૂતપૂર્વ ડ્યુટી-મુક્ત ઍક્સેસ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે આ કરારથી કાપડ, દરિયાઈ ઉત્પાદનો, લેધર, ફૂટવેર, રમતગમતના સામાન, રમકડાં અને રત્નો અને ઘરેણાં વગેરે વિવિધ ઉદ્યોગો માટે નિકાસની અનેકવિધ નવી તકો ઊભી થશે.

રાજ્યના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માએ જણાવ્યું હતું કે, CETA આપણા રાષ્ટ્ર માટે ખૂબ જ ગર્વની ક્ષણ તેમજ એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક કરાર છે, જે "વિકસિત ભારત@૨૦૪૭"ના વિઝન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું કે, ભારતથી યુ.કે.માં ઉત્પાદનની નિકાસ પર શૂન્ય ડ્યુટીથી ઉત્પાદનોના નિકાસને ખૂબ વેગ મળશે.

નિકાસમાં એકંદરે સકારાત્મક વલણ

વિદેશ વેપાર મહા નિર્દેશાલયના સંયુક્ત નિયામક  રાહુલ સિંહે જણાવ્યું હતું કે, CETA થકી ૯૯ ટકા ટેરિફ લાઇનને ડ્યુટી નાબૂદ કરતાં ભારતના ઉત્પાદનોના નિકાસને મોટો વેગ પ્રાપ્ત થશે, જે અંદાજે ૧૦૦ ટકા વેપાર મૂલ્યને આવરી લે છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં યુ.કે. સાથેના ભારતના વેપાર દ્વારા નિકાસમાં એકંદરે સકારાત્મક વલણ જોવા મળ્યું છે.

ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપે ભારત માટે ડ્યુટી ફ્રી એક્સેસ ધરાવતા ઉત્પાદનોની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત ખનિજ બળતણ અને તેલ, કાગળના ઉત્પાદનો, ઇલેક્ટ્રિકલ મશીનરી, ફાર્માસ્યુટિકલ્સ, ઝવેરાત, સિરામિક્સ, ન્યુક્લિયર રિએક્ટર, બોઇલર અને મશીનરી જેવા ક્ષેત્રોમાં ઉત્પાદનોના અગ્રણી નિકાસકારોમાંનું એક રાજ્ય છે. કમિશનરશ્રીએ RMG, હોમ ટેક્સટાઇલ, કાર્પેટ અને હસ્તકલા જેવા ક્ષેત્રોની વિગતો પણ આપી હતી, જેમાં પ્રસ્તુત સમજૂતીને કારણે વિક્રમજનક વિકાસની શક્યતાઓ રહેલી છે.

આ ઓપન ફોરમ કાર્યક્રમમાં GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપૂર્વ શાહ, GCCI ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટીના ચેરમેન શ્રી અનિલ જૈન, INDEXTBના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે.સી.સંપત સહિત અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :Ahmedabad No -1 : સ્વચ્છતા બાદ સુરક્ષામાં પણ અમદાવાદ નંબર વન!

Tags :
Balwantsinh RajputCETACM Bhupendra PatelGCCIINDEXTbLOCAL FOR VOCALpm narendra modi
Next Article