Arvalli: ચેઇન સ્નેચિંગ ગેંગના બે સાગરીતો પકડાયા, મહિલા પેસેન્જરને બનાવતા હતા શિકાર
ગુજરાતમાં મહિલા મુસાફરોને નિશાન બનાવી ગળામાંથી કિંમતી સોનાના દાગીના પળવારમાં ગાયબ કરી દેતી એક અત્યંત શાતિર અને રીઢી ગેંગ સક્રિય હતી. જેના તાર રાજ્યભરના અનેક પોલીસ સ્ટેશનો સાથે જોડાયેલા છે. અરવલ્લી એલસીબી પોલીસના હાથે મોડાસાના કોલેજ રોડ પરથી આ આખી ગેંગ ઓપરેટ કરતા બે મુખ્ય સાગરીતો ઝડપાયા છે.
Advertisement
Chain Snatching Gang Arrested Arvalli : અરવલ્લી (Arvalli) જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓના ગળામાંથી સોનાના દાગીનાની ચોરી થવાની ઘટનાઓ વધી રહી હતી. જેને પગલે અરવલ્લી સ્થાનિક ગુના શોધક શાખા (Arvalli LCB) એ ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં રીક્ષામાં મુસાફરી કરતી મહિલાઓને ટાર્ગેટ કરતી એક કુખ્યાત ચેઇન સ્નેચિંગ ગેંગના બે સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે.

