Chaitar Vasava : 'લાફાકાંડ' કેસમાં ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા
- નર્મદા લાફકાંડ કેસમાં Chaitar Vasava ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
- ચૈતર વસાવાને પોલીસ જપ્તા હેઠળ દેડિયાપાડા લાવવામાં આવ્યા
- કેસ કમિટ થતાં મુખ્ય આરોપીને કોર્ટમાં હાજર કરાય છે
- મુખ્ય આરોપી ચૈતર વસાવા હોવાથી તેમને હાજર રાખવામાં આવ્યા
Narmada : આમ આદમી પાર્ટીનાં (AAP) નેતા અને ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાના (Chaitar Vasava) 3 દિવસનાં પેરોલ પૂર્ણ થયા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. લાફાકાંડ કેસમાં પોલીસ જપ્તા હેઠળ ચૈતર વસાવાને ડેડીયાપાડા લાવવામાં આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવા મુખ્ય આરોપી હોવાથી તેમને હાજર કરાયા છે. સમગ્ર કેસ એડિશનલ સેશન્સ કોર્ટ (Additional Sessions Court) રાજપીપળામાં ચાલશે.
આ પણ વાંચો - Junagadh : જુનાગઢમાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત, પણ બન્યું એવું કે ચર્ચાઓ શરૂ થઈ!
'લાફાકાંડ' કેસમાં Chaitar Vasava ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
'લાફાકાંડ' માં જેલમાં કેદ ચૈતર વસાવાને અગાઉ કોર્ટે વિધાનસભા સત્ર માટે 3 દિવસનાં પેરોલ આપ્યા હતા. જો કે, આ મુદ્દત પૂર્ણ થયા બાદ આજે ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા. જણાવી દઈએ કે, કેસ કમિટ થતાં મુખ્ય આરોપીને કોર્ટમાં હાજર કરાય છે. ત્યારે લાફાકાંડમાં ચૈતર વસાવા મુખ્ય આરોપી હોવાથી તેમને આજે કોર્ટમાં હાજર કરાયા છે. પોલીસ જપ્તા હેઠળ ચૈતર વસાવાને ડેડીયાપાડા લાવવામાં આવ્યા છે. તેમનો આ કેસ રાજપીપળાની એડિશનલ સેશન્સ કોર્ટ ચાલશે.
આ પણ વાંચો - Ahmedabad માંથી સિંગલ ઓર્ડરથી બદલી કરાયેલા બે PI ને વડોદરામાં મુકાયા
વિધાનસભા સત્ર માટે અગાઉ કોર્ટે 3 દિવસનાં પેરોલ આપ્યા હતા
ડેડીયાપાડા તાલુકા (Dediapada) પંચાયતના ભાજપ શાસિત પ્રમુખ સંજય વસાવાએ ચૈતર વસાવા સામે હત્યાની કોશિશ, મહિલા નેતા સામે અપશબ્દોનો ઉપયોગ અને મારામારી સહિતનાં ગંભીર આરોપો લગાવી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનાં આધારે પોલીસે 5 જુલાઈ, 2025 ના રોજ ધરપકડ કરી હતી. જો કે, જેલમાં કેદ ચૈતર વસાવાને વિધાનસભા સત્ર માટે કોર્ટે 3 દિવસનાં પેરોલ આપ્યા હતા.
આ પણ વાંચો - Bharuch : દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, ફાયરની વિવિઘ ગાડીઓ ઘટના સ્થળે