Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chaitar Vasava : MP મનસુખ વસાવાના આક્ષેપો પર ચૈતર વસાવાનો પલટવાર! કહ્યું- દર્શનાબેને મને કોઈ..!

ચૈતર વસાવાએ (Chaitar Vasava) સાંસદ મનસુખ વસાવાના આક્ષેપોને ફગાવ્યા છે અને કહ્યું કે, દર્શનાબેન દેશમુખ ભાજપના ધારાસભ્ય છે.
chaitar vasava   mp મનસુખ વસાવાના આક્ષેપો પર ચૈતર વસાવાનો પલટવાર  કહ્યું  દર્શનાબેને મને કોઈ
Advertisement
  1. સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો Chaitar Vasava એ ફગાવ્યા
  2. દર્શનાબેન દેશમુખ ભાજપના ધારાસભ્ય છે : ચૈતર વસાવા
  3. "દર્શનાબેને મને કોઈ મદદ કરી હોય એવું કઈ બન્યું જ નથી"
  4. "સંકલનમાં અમે લોકોનાં પ્રશ્ન માટે વાત કરતા હોઈએ છીએ"
  5. "ઘણીવાર મનસુખભાઇ પણ મારા પ્રશ્ન માટે સમર્થન કરે છે"

Narmada : નર્મદા જિલ્લામાં વાર-પટલવારની રાજનીતિ સાતમાં આસમાને પહોંચી છે. સાંસદ મનસુખ વસાવાના (Mansukh Vasava) આક્ષેપો સામે હવે MLA ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. ચૈતર વસાવાએ (Chaitar Vasava) સાંસદ મનસુખ વસાવાના આક્ષેપોને ફગાવ્યા છે અને કહ્યું કે, દર્શનાબેન દેશમુખ ભાજપના ધારાસભ્ય છે. દર્શનાબેને (Dr. Darshanaben Deshmukh) મને કોઈ મદદ કરી હોય એવું કઈ બન્યું જ નથી. પોલિટિકલ રીતે મને સપોર્ટ કરે છે વાત પણ પાયાવિહોણી છે. અગાઉ સાંસદ મનસુખ વસાવાએ ભાજપના (BJP) ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ પર ચૈતર વસાવાને સપોર્ટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો - હવે આજીવન કોઈ ચૂંટણી નહીં લડું : Congress Leader Jagdish Thakor

Advertisement

દર્શનાબેને મને કોઈ મદદ કરી હોય એવું કઈ બન્યુ જ નથી : Chaitar Vasava

નર્મદા જિલ્લામાં (Narmada) આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ફરી એકવાર શરૂ થઈ છે. સાંસદ મનસુખ વસાવાનાં આક્ષેપોને MLA ચૈતર વસાવાએ સંપૂર્ણ રીતે પાયાવિહોણા ગણાવ્યા છે. ચૈતર વસાવાએ (Chaitar Vasava) કહ્યું કે, દર્શનાબેન દેશમુખ ભાજપના ધારાસભ્ય છે. દર્શનાબેને મને કોઈ મદદ કરી હોય એવું કઈ બન્યું જ નથી. સંકલનમાં અમે લોકોનાં પ્રશ્ન માટે વાત કરતા હોઈએ છીએ. ઘણીવાર મનસુખભાઇ પણ મારા પ્રશ્ન માટે સમર્થન કરે છે. જનતાના હિતનાં પ્રશ્નમાં અમે એક થઈ રજૂઆત કરીએ છીએ. ચૈતર વસાવાએ આગળ કહ્યું કે, પોલિટિકલ રીતે દર્શનાબેન મને સપોર્ટ કરે છે એ વાત સંપૂર્ણ રીતે પાયાવિહોણી છે.

Advertisement

આ પણ વાંચો - BJP MLA દિનેશ કુશવાહને મત વિસ્તાર બાપુનગરથી ગાંધીનગર સુધી ભારતની સૌથી લાંબો ભૂર્ગભ રોડ બનાવો છે

દર્શનાબેન ચૈતર વસાવાને ભાજપમાં લાવવાનો પ્રયાસ કરે છે : મનસુખ વસાવા

નોંધનીય છે કે, સાંસદ મનસુખ વસાવાએ (Mansukh Vasava) ચૈતર વસાવાની પદયાત્રાને એક નાટક ગણાવ્યું હતું અને સાથે જ ભાજપનાં જ MLA ડો.દર્શના દેશમુખ (Dr. Darshanaben Deshmukh) પર ચૈતર વસાવાને સપોર્ટ કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. મનસુખ વસાવાએ કહ્યું હતું કે, દર્શનાબેન ચૈતર વસાવાને ભાજપમાં લાવવાનો પ્રયાસ કરે છે. પહેલા ઘનશ્યામ પટેલ, દુધધારા ડેરીનાં ડિરેક્ટર પ્રકાશ દેસાઈ અને ઝઘડિયાનાં ધારાસભ્ય રિતેશ વસાવાએ ચૈતર વસાવાને ભાજપમાં લાવવાનાં પ્રયત્નો કર્યા હતા અને હવે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ચૈતર વસાવાને ભાજપમાં લાવવાનાં પ્રયત્નો કરી રહ્યા છે.

આ પણ વાંચો - વિકસિત ભારતનો અમૃતકાળ: PM Modi ના સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 24 વર્ષ

Tags :
Advertisement

.

×