Chaitar Vasava : MLA ચૈતર વસાવાને ફરી જવું પડશે જેલમાં! જાણો શું છે કારણ ?
'લાફાકાંડ'માં જેલમાં કેદ ચૈતર વસાવાને અગાઉ કોર્ટે વિધાનસભા સત્ર માટે 3 દિવસનાં પેરોલ આપ્યા હતા.
Advertisement
- Chaitar Vasava ની મુશ્કેલીમાં વધારો થયો!
- ચૈતર વસાવાને 3 દિવસનાં વિધાનસભા સત્ર માટે પેરોલ આપ્યા હતા
- આજે 3 દિવસનાં પેરોલ પૂર્ણ થયા, વડોદરા સેન્ટ્રલ જેલમાં ફરી જવું પડશે!
- લાફાકાંડમાં ચાર્જશીટ દાખલ થતા રાજપીપલા જિલ્લા કોર્ટમાં જામીન અરજી કરી હતી
Narmada : આમ આદમી પાર્ટીનાં (AAP) નેતા અને ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અંગે મોટા સમાચાર આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વિધાનસભા સત્ર માટે ચૈતર વસાવાને કોર્ટે 3 દિવસનાં પેરોલ આપ્યા હતા. જો કે, હવે આજે આ 3 દિવસનાં પેરોલ પૂર્ણ થઈ રહ્યા છે, જેથી ચૈતર વસાવાને ફરી એકવાર વડોદરા સેન્ટ્રલ જેલમાં (Vadodara Central Jail) જવું પડશે.

