Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi : વધુ એક સ્વમીનો બફાટ! માફી ન માગે તો ઊગ્ર વિરોધની ચીમકી

વાઇરલ વીડિયો બે દિવસ પહેલાનો અને રણમલપુર ગામે ચાલતી ભક્ત ચિંતામણી કથા પારાયણનો જોવાનું જાણવા મળ્યું છે.
morbi   વધુ એક સ્વમીનો બફાટ  માફી ન માગે તો ઊગ્ર વિરોધની ચીમકી
Advertisement
  1. સ્વામિનારાયણ સંપ્રદાયનાં વધુ એક સ્વામીનો બફાટ!
  2. હળવદમાં સ્વામીના બફાટ સામે ચારણ સમાજમાં રોષ (Morbi)
  3. ભક્તિહરી સ્વામી માફી ન માગે તો ઉગ્ર વિરોધની ચીમકી
  4. હરિકૃષ્ણ ધામનાં સ્વામી ભક્તિહરી સ્વામીનો બફાટ સામે આવ્યો!

સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan sect) સ્વામીઓ દ્વારા સનાતન ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓ અંગે એક બાદ એક વિવાદાસ્પદ નિવેદન સામે આવતા હિંદુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામી (Gyan Prakash Swami Controversy) દ્વારા જલારામ બાપા (Jalaram Bapa) અંગે કરેલી વિવાદિત ટિપ્પણીનો વિરોધ હજું શમ્યો ત્યારે હવે મોરબીનાં (Morbi) હળવડમાં સંપ્રદાયનાં વધુ એક સ્વામીએ બફાટ કરતા ચારણ સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.

હળવદમાં સ્વામીના બફાટ સામે ચારણ સમાજમાં રોષ!

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં (Morbi) હળવડ તાલુકામાં રણજિતગઢનાં હરિકૃષ્ણ ધામનાં ભક્તિહરી સ્વામીનો (Bhaktihari Swami) બફાટ મારતો વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયોમાં સ્વામી ચારણ સમાજની (Charan Samaj) બાઈએ મંત્ર કરીને પારો બાંધતાં ભગવાને દર્શન નહીં દીધાં હોવાનો બફાટ મારતા નજરે પડે છે. આ વાઇરલ વીડિયો બે દિવસ પહેલાનો અને રણમલપુર ગામે ચાલતી ભક્ત ચિંતામણી કથા પારાયણનો જોવાનું હાલ જાણવા મળ્યું છે. જો કે, ભક્તિહરી સ્વામીનો આ વીડિયો સામે આવતા ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Sabarkantha: જિલ્લાની 395 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા વહીવટી તંત્રએ તૈયારીઓ આરંભી, આ રહી સંપૂર્ણ વિગતો

Advertisement

આનાથી હીન કૃત્ય બીજું કોઈ ન હોઈ શકે : ચારણ સમાજ

જણાવી દઈએ કે, આ વિવાદ વચ્ચે ગુજરાત ફર્સ્ટની (Gujarat First News) ટીમ હરિકૃષ્ણ ધામ પહોંચી હતી. જો કે, વીડિયો વાઇરલ થયાં બાદ વિવાદ થતાં ભક્તિહરી સ્વામી ફરાર થયાં હોવાનું માસૂમ થયું છે. જ્યારે ધામમાં હાજર અન્ય સ્વામીઓ દ્વારા ગોળ ગોળ વાતો કરીને ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દરમિયાન, ગુજરાત ફર્સ્ટની ટીમે ચારણ સમાજનાં આગેવાનો સાથે પણ વાત કરી હતી. સમાજનાં આગેવાનોએ ભક્તિહરી સ્વામીને ભગવા વસ્ત્રોમાં શેતાન ગણાવતા કહ્યું કે, આનાથી હીન કૃત્ય બીજું કોઈ ન હોઈ શકે. સંતત્વને લાંછન લાગે તેવા શબ્દોનો પ્રયોગ સ્વામી દ્વારા કરાયો છે. સંતને ખબર હોવી જોઈએ કે તે શું બોલે છે ?

આ પણ વાંચો - Deesa: જલારામ મંદિરથી નાયબ કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ, કાર્યવાહી કરવા માટે આપ્યું આવેદનપત્ર

ચારણની કોઈ દીકરી દોરાધાગા કરતી નથી : ચારણ સમાજ

ચારણ સમાજનાં (Charan Samaj) આગેવાનોએ આગળ કહ્યું કે, 'આવા સંતના ભગવા વસ્ત્રો ઉતારી લેવા જોઈએ. ચારણની કોઈ દીકરી દોરાધાગા કરતી નથી. સોનબાઈ મા દોરાધાગા કરવાનાં સખત વિરોધી હતા. ચારણમાં બાઈ ના હોય, ચારણમાં આઈ હોય. ચારણની ભલે નાનકડી બાળા હોય પણ તે આઈ હોય. સાધુ-સંતોની ભાષા તો વિનમ્ર હોવી જોઈએ.' આ સાથે ચારણ સમાજનાં આગેવાનોએ ભક્તિહરી સ્વામી (Bhaktihari Swami) જાહેરમાં ચારણ સમાજની માફી માગે એવી માગી કરી છે અને જો માફી ન માગે તો ઊગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો - Gujarat ભાજપે જિલ્લા પ્રમુખોના નામોની જાહેરાત કરી, જાણો ક્યાં કોના પર કળશ ઢોળાયો

Tags :
Advertisement

.

×