Chhota Udaipur: જવાહર નવોદય વિદ્યાલયમા 18 બાળકોને ફૂડ પોઇજનિંગ, ઈન ચાર્જ પ્રિન્સિપાલે આપ્યો ગોળ ગોળ જવાબ
- બહાદરપુર ગામે જવાહર નવોદય વિદ્યાલયમા બાળકોને ફૂડ પોઇજનિંગ
- વિદ્યાલયના 18 બાળકોને ફૂડ પોઇજીનિંગની અસર
- 2 ને તાવ, 3 ને સર્દી ખાસી 4 ને અશકતી,અને શરીરના દુખાવાની અસર
- બનાવને પગલે આરોગ્ય વિભાગ થયું દોડતું
- શંકાસ્પદ ખોરાકને નષ્ટ કરવાનો કરાયો પ્રયાસ
Chhota Udaipur: છોટાઉદેપુરના બહાદરપુર ગામમાં 18 જેટલા બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગની (food poisoning) અસર થઈ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે જયારે આ બનાવને લઇ આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
બહાદરપુર ગામમાં બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર
છોટાઉદેપુર જિલ્લાના બહાદરપુર ગામમાં 18 જેટલાં બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાંબહારપુર જવાહર નવોદય વિદ્યાલયમાં 350 બાળકોને આ કેન્દ્રીય વિદ્યાલયમા રહેવા અને જમવાની વ્યવસ્થા કેન્દ્ર સરકાર તરફથી કરવા આવે છે ત્યારે આ વિદ્યાલયના 18 બાળકો ને ફૂડ પોઇજીનિંગ, 2 ને તાવ, 3 ને સર્દી ખાસી 4 ને અશકતી, અને શરીરના દુખાવાની અસર થતા સારવાર અર્થે ખાસેડવામાં આવ્યા છે આ બનાવને લઈને તાલુકા, આરોગ્ય જીલ્લા આરોગ્ય ટિમ ખોરાક અને પાણીના નમૂના લીધા છે તદુપરાંત આરોગ્ય તંત્ર દ્વારા તમામ બાળકોનું ચેકિંગ આરોગ્યતંત્ર હાથ ધરવામાં આવી રહ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા હાલ બાળકોની પરિસ્થિતિ કંટ્રોલમા હોવાનું જણાવ્યું છે, તાલુકા હેલ્થ ઓફિસર રસોડાની રૂબરૂ વિઝીટમા જાણવા મળ્યું ફૂડ પોઝનિંગ લાગી રહ્યું છે, ફૂડ પોઝનિંગનું પ્રાથમિક કારણ પ્રદુષિત ખોરાક એને પ્રદુષિત પાણી ના લીધે થઇ શકે છે.
આરોગ્ય વિભાગ થયું દોડતું
જોકે, આરોગ્ય વિભાગના કર્મચારી આર. એસ. પટેલે જણાવ્યું કે અમને વિદ્યાર્થીઓની તબિયત વિશે જાણ થતા તુરંત તપાસ માટે આવ્યા હતા. હાલ, હોસ્ટેલના રસોડાની સ્થિતિ જોઇને એવું જ લાગે છે કે, હોસ્ટેલના ભોજનથી જ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોય શકે છે. જોકે, હાલ અમે સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. 72 કલાક સુધી આરોગ્ય વિભાગની ટીમ અહીં કાર્યરત રહેશે અને તપાસ કરશે. જો તપાસમાં કંઇ શંકાસ્પદ જણાશે તો તે વિશે વિસ્તારથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ઇન્ચાર્જ પ્રિન્સિપાલએ આપ્યો ગોળ ગોળ જવાબ
ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બનાવને લઇ ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યું કે આ વાતાવરણની અસર હોઈ શકે છે. આ સાથે એ પણ જણાવ્યું કે અહીં રહેતા બાળકોને તેમના વાલીઓ બહારથી જમવાનું આપતા હોઈ છે.ત્યારે કેમ્પસમા બહારનું જમવા પર પ્રતિબંધ હોવા છતાં અંદર જમવાનું કેમ લઈ જવામા આવી રહ્યું છે તે બાબતે સવાલ ઉભો થયાં છે . આ મામલે હવે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ 24 કલાક બાદ નવોદય વિદ્યાલય પર પહોંચ્યું અને શંકાસ્પદ ખોરાકને નષ્ટ કરવાનો પ્રયાસ કરાયો છે.
અહેવાલ: સલમાન મેમણ
અહેવાલ: Bharuch: નોકરોએ લૂંટના ઈરાદે કરી માલિકની હત્યા, આરોપી સાથે મૃતકના પરિવારનો ટપલી દાવ