Chhota Udepur : ખનન માફિયાઓ સામે 150 લોકોની 'જનતા રેડ', 27 ડમ્પર-2 મશીન જપ્ત
- Chhota Udepur જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન સામે જનતા રેડ
- રેતી માફિયાઓને રોકવા મોટી સંખ્યામાં લોકો લોકો મેદાને ઉતર્યા!
- ભૂસ્તર વિભાગ ઊંધતુ હોવાનાં આરોપ, વિભાગની કામગીરી સામે સવાલ
- જનતા રેડ બાદ વિભાગે 24 ડમ્પર જપ્ત કર્યા, વાહન માલિકોને નોટિસ ફટકારી
છોટાઉદેપુર જિલ્લાનાં (Chhota Udepur) મુખ્ય મથકને અડીને આવેલા ચીસાડિયા-લેહવાંટ ગામ (Chisadia-Lehwant village) પાસેથી મોટાપાયે રેતી ખનન થતું હોવાથી તેની સામે લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. આ મામલે ગ્રામજનોએ ભેગા મળીને અગાઉ ચર્ચા કરી હતી અને એક મતે નિર્ણય કર્યો હતો કે ગમે તેમ કરી રેતી ખનનને રોકવામાં આવશે.આખરે તેની સામે બુધવારે મોડી સાંજે અંદાજે 150 જેટલા લોકોએ રેતી ખનન પ્રવૃત્તિને ડામવા માટે જનતા રેડ કરી હતી અને ખનન માફિયાઓને ખદેડ્યા મૂક્યા હતા. આ ઘટના બાદ ઘોર નિંદ્રામાં સૂતેલું ભૂસ્તર વિભાગ પણ દોડતું થયું હતું. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બિનઅધિકૃત ખનીજ ખનન કરતા 27 ડમ્પર અને 2 એસ્કેવેટર મશીન ખાણ અને ખનીજ વિભાગે (Mines and Minerals Department) સીઝ કર્યા હતા.
આ પણ વાંચો - Vadodara : કોંગ્રેસ નેતાના પુત્ર સામે યુવતીએ લગાવ્યો દુષ્કર્મનો ગંભીર આરોપ
ગેરકાયદેસર રેતી ખનન સામે જનતા રેડ, ભૂસ્તર વિભાગની કામગીરી સામે સવાલ
છોટાઉદેપુર જિલ્લાનો (Chhota Udepur) વર્તમાન અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે લોકોને ગેરકાયદેસર રેતી ખનન સામે મેદાને ઉતરવાની ફરજ પડે છે અને ત્યાર બાદ જ તંત્ર સાબદું જાગી ઊઠે છે. સવાલ એ છે કે લાંબીલચક કર્મચારીઓની ફોજ ધરાવતું ભૂસ્તર વિભાગ કરે છે શું..? આવી પ્રવૃત્તિઓથી અજાણ કેમ હોઈ છે ? અને આ ગુનાહિત પ્રવૃત્તિ અંગે જાણે છે તો પછી કયાં કારણોસર કાર્યવાહી કરતું નથી ? એવા સવાલ હાલ લોકો વચ્ચે થઈ રહ્યા છે. એવો પણ આરોપ છે કે જિલ્લાના મુખ્ય મથકથી અડીને આવેલ ચીસાડિયા-લેહવાંટ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને અટકાવવા માટે આખી રાત ભૂસ્તર વિભાગ (Mines and Minerals Department) દ્વારા નાઈટ પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે. પરંતુ, તેમ છતાં ખનન માફિયાઓ તંત્રની આંખમાં ધૂળ નાંખીને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે ?
Chhotaudepur બોલો...આઠ આઠ કરોડનો માલ જનતા પકડે...!
છોટાઉદેપુરના ચિસાડિયા ગામે ગેરકાયદેસર રેતી ખનન મામલે રાત્રે જનતા રેડ કરવામાં આવી
સોકતા કોતરમાં ગેરકાયદેસર રીતે થઇ રહેલા રેતીના ખનન મામલે ગામ લોકો વિફર્યા
મામલાની જાણ થતા જ ભૂસ્તર વિભાગ અને પોલીસ ટિમ ઘટનાએ સ્થળે દોડી ગઈ હતી… pic.twitter.com/XCdtO2PdfZ— Gujarat First (@GujaratFirst) May 15, 2025
આ પણ વાંચો - Vadodara : MLA કેતન ઇનામદારના પત્રથી હડકંપ, મેરાકુવા દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડનો પર્દાફાશ!
બિનઅધિકૃત ખનીજ ખનન કરતા 27 ડમ્પર જપ્ત કરાયા
જો કે, બુધવારે મોડી સાંજે ગેરકાયદેસર ખનન સામે આમ જનતાનાં અભિયાન બાદ તંત્ર દ્વારા બિનઅધિકૃત ખનીજ (રેતી) ખનન કરતા (Mining Mafia) 27 ડમ્પર અને 2 એસ્કેવેટર મશીન સીઝ કર્યા હતા. બિનઅધિકૃત ખનીજ ખનન કરતા 27 ડમ્પરમાંથી 10 ડંપર રેતીથી ભરેલા અને ખાલી 17 ડમ્પર સીઝ કરવામાં આવ્યા હતા. બિનઅધિકૃત રીતે ખનીજનાં ખનન, વહન અને સંગ્રહ કરવામાં સંડોવાયેલ વાહનો સિઝ કરી ખૂંટલિયા ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યા હતા. આ તમામ વાહનોનાં માલિકોને નિયમોનુસાર નોટિસ પાઠવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીએ જણાવ્યું હતું.
અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો - Sabar Dairy : સાબરદાણ ફેકટરીમાં કોનું છે પ્રભુત્વ? કોની રહેમ નજરે માનીતા ઈજારદારે વર્ષોથી જમાવ્યો અડીંગો?