ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhota Udepur : ચૂંટણી પહેલા BJP એ 4 સભ્ય, લઘુમતી મોરચાનાં પ્રમુખને સસ્પેન્ડ કર્યા

કહેવાય છે કે વર્ષ 1996 માં છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બન્યું હતું.
07:59 PM Feb 05, 2025 IST | Vipul Sen
કહેવાય છે કે વર્ષ 1996 માં છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બન્યું હતું.
Chhota Udepur_gujarat_first
  1. Chhota Udepur માં ન.પા. ચૂંટણી માહોલ વચ્ચે BJP ની મોટી કાર્યવાહી!
  2. ચૂંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 સક્રિય સભ્યને સસ્પેન્ડ કર્યા
  3. એક લઘુમતી મોરચાનાં પ્રમુખને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા

છોટાઉદેપુરમાં (Chhota Udepur) હાલ નગરપાલિકાની ચૂંટણીનો માહોલ બરોબરનો જામ્યો છે. દરમિયાન, સત્તારૂઢ BJP બળવાખોરો સામે લાલધૂમ થવા પામી છે. ચૂંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 સક્રિય સભ્ય અને એક લઘુમતી મોરચાનાં પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો - Porbandar : UK વર્ક વિઝાના નામે લાખોની છેતરપિંડી

નિષ્ક્રિય અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સભ્યો સામે ભાજપનું કડક વલણ

છોટાઉદેપુર (Chhota Udepur) નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનાર છે, જેમાં કોંગ્રેસ, ભાજપ, બસપા, આપ, સપા જેવી રાજકીય પાર્ટીઓ મેદાનમાં છે. કહેવાય છે કે વર્ષ 1996 માં છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બન્યું હતું. હાલ, છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક અને લોકસભા બેઠક, તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભાજપ પાસે છે. ત્યારે આ વખતે ભાજપ એ ફરી નગરપાલિકાની સત્તા કબજે કરવા કમર કસી છે. એવા મહત્ત્વનાં સમયે નિષ્ક્રિય અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સભ્યો સામે ભાજપે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો - Rajkot : જયેશ રાદડિયા સાથેના વિવાદ અંગે નરેશ પટેલનું મૌન! દિનેશ બાંભણિયાની પોસ્ટ ચર્ચામાં!

4 સક્રિય સભ્ય અને લઘુમતી મોરચાનાં પ્રમુખને સસ્પેન્ડ કરાયા

માહિતી અનુસાર, ભાજપનાં સક્રિય કાર્યકર તેમ જ લઘુમતી મોરચાનાં પ્રમુખની પ્રવૃત્તિઓ પક્ષ વિરોધી હોવાનું ભાજપનાં ધ્યાને આવતા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 4 સક્રિય સભ્ય અને લઘુમતી મોરચાનાં પ્રમુખને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો ફરમાન જારી કરતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીમાં (Sthanik Swaraj Election) ભાજપ કાર્યકર હોવા છતાં અપક્ષ કે અન્ય પક્ષમાં રહી ચૂંટણી લડનાર કાર્યકર સહિત હોદ્દેદાર સામે ભાજપ ખફા છે. તો ક્યાંકને ક્યાંક આ બળવાખોર કાર્યકરો પૈકી કેટલાકે ભાજપ પક્ષ પાસે ચૂંટણી લડવા માટે ટિકિટની માંગણી પણ કરવામાં આવી હતી. પરંતુ, BJP દ્વારા ટિકિટ નહીં ફળવાતા અપક્ષ કે અન્ય પક્ષમાં રહી ઉમેદવારી નોંધાવતા જિલ્લા ભાજપે કડક વલણ અપનાવ્યું છે અને પાંચેય બળવાખોરોને સસ્પેન્ડ કરાયા છે.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Amreli Letter Kand : સંસદમાં શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો મુદ્દો, નાથાલાલ સુખડિયા-નારણ કાછડિયા સામસામે!

Tags :
AAPBJPBreaking News In GujaratiBSPChhota UdepurChhota Udepur PoliticsCongressGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMunicipal Corporation ElectionsNews In GujaratiSPSthanik Swaraj Election
Next Article