ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhota Udepur: બોડેલીમાં પતંગની દોરીએ બાઈક ચાલકનો લીધો જીવ

Chhota Udepur: ઉતરાયણ હજુ દૂર છે, પરંતુ પતંગની ચાઇનીઝ ચાઈનીઝ દોરીએ એક બાઈક ચાલકનો જીવ લઈ લીધો છે. બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ગઈકાલે બાઇક ચાલક જગદીશભાઈ તરબડા (ઉં. આશરે 42)ના ગળામાં દોરી આવી જતાં મોત થઈ ગયું છે.
01:25 PM Nov 18, 2025 IST | Mahesh OD
Chhota Udepur: ઉતરાયણ હજુ દૂર છે, પરંતુ પતંગની ચાઇનીઝ ચાઈનીઝ દોરીએ એક બાઈક ચાલકનો જીવ લઈ લીધો છે. બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ગઈકાલે બાઇક ચાલક જગદીશભાઈ તરબડા (ઉં. આશરે 42)ના ગળામાં દોરી આવી જતાં મોત થઈ ગયું છે.
bodeli_news_Gujarat_ first

Chhota Udepur:છોટાઉદેપુરના બોડેલીમાં પતંગની ચાઈનીઝ દોરી (Chinese Rope)એ એક બાઈકનો જીવ લીધો છે. ગળામાં આવી જતાં  બાઈક ચાલકનું કરુણ મોત થઈ ગયું છે.  તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું છે.  ખેડા જીલ્લાના નડિયાદમાં પણ એક યુવતીનું ગળું કપાયું છે.  જેથી તેને સારવાર લેવી પડી છે.

સારવાર દરમિયાન મોત બાઈક ચાલકનું મોત

મળતી જાણકારી અનુસાર ગઈકાલે સંખેડા તાલુકાના વાગેથાના 42 વર્ષિય જગદીશભાઈ તરબડા બાઈક લઈને બોડેલીથી ડભોઇ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અલીપુરા ચાર રસ્તા નજીક તેમના ગળામાં ચાઈનીઝ દોરી આવી જતાં એકાએક નીચે પટકાયા હતા. જેથી જગદીશભાઈ તરબડા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. જગદીશભાઈ દરબડાના એકાએક થયેલા મોતથી પરિવારમાં દુઃખ છવાઈ ગયું છે. ઉતરાયણ આવે તે પહેલા જ પતંગની દોરીએ એક વ્યક્તિનો જીવ લઈ લેતાં આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

નડિયાદમાં યુવતીનું ગળું કપાયું

ઉલ્લેખનીય છે કે ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં પણ એક યુવતીનું દોરીથી ગળું કપાયું છે.  આ ઘટના દુર્ઘટના રવિવારે નડિયાદના વૈશાલી સિનેમા રોડથી માનવ સેવા પરિવાર ટી પોઈન્ટ પર બની હતી. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મનીષા મારવાડી નામની યુવતી પોતાના ટુ-વ્હિલર પર જતી હતી ત્યારે તેના ગળામાં ચાઈનીઝ દોરી આવી ગઈ હતી.  જેથી યુવતીનું ગળું કપાઈ જતાં લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી ગઈ હતી. તેને ગળાના ભાગે ઈજાઓ પહોંચી છે.  ઘટના બાદ ઈજાગ્રસ્ત મનીષા મારવાડીના પિતાએ  ચાઈનીઝ દોરી સામે કડકમાં કડક પગલાં લેવા રજૂઆત કરી હતી.

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતાં ઉપયોગ

ઉલ્લેખનીય છે ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે. તેમ છતાં કોઈના જીવની પરવા કર્યા વગર લોકો ઉપયોગ કરતાં હોય છે. જેના કારણે કરુણ ઘટનાઓ બને છે. આ ઘટનાએ ફરી એક વખત ચાઇનીઝ માંઝા પર પ્રતિબંધની માંગને વેગ આપ્યો છે. જેથી આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય.

આ પણ વાંચોઃ Bharuch: દેવલા ગામના મહિલા સરપંચે લાખો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરતાં સસ્પેન્ડ, વાંચો સમગ્ર મામલો 

Tags :
biker deathBodeliChhota UdepurGujaratFirstKhedakiterope
Next Article