Chhota Udepur : સંખેડાનાં ફર્નિચર કલાકારો સાથે કલેક્ટર ગાર્ગી જૈનની મુલાકાત, જાતે પેન્ટિંગ કરી
- Chhota Udepur જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સંખેડા ફર્નિચર કલાકારોની મુલાકાતે પહોંચ્યા
- જાતે પેન્ટિંગ કરીને ફર્નિચર કળાને જાતે અનુભવ કરી, ફર્નિચર પર ડિઝાઇન કરી આકર્ષક લુક આપ્યો
- Chhota Udepur જિલ્લાની ફર્નિચર કળા વિશ્વ વિખ્યાત છે, તેને જીવંત રાખવાનો પ્રયાસ
છોટાઉદેપુર જિલ્લાની (Chhota Udepur) વિશ્વ વિખ્યાત ફર્નિચર કળાને જીવંત રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને (Collector Gargi Jain) ફર્નિચર કળાને જાતે અનુભવ કરવા પેઇન્ટિંગ કરી કલાકારોમાં પ્રોત્સાહનનાં પ્રાણવાયુ પુરવાનો ભગીરથ કાર્યને પાર પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Bhavnagar : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, લીંબુના ભાવનાં ઘડાટો થતા ખેડૂતોની સ્થિતિ કફોડી
કલેક્ટર ગાર્ગી જૈન સંખેડા ફર્નિચર કલાકારોની મુલાકાતે
છોટા ઉદેપુર જિલ્લાના(Chhota Udepur) સંખેડા ગામની વિશ્વ વિખ્યાત કલા અને કારીગરી કે જેની સુવાસ દુર દુર સુધી ફેલાયેલી છે. અને વખતો વખત વિદેશી પર્યટકો પણ મુલાકાત લેતા હોવાનો ગૌરવ સંખેડા નિવાસીઓ ને હાંસલ છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લાના સમાહર્તા અને કાર્યકુશળ કાર્ય શૈલી જેઓની આગવી ઓળખ બની છે. તેવા ગાર્ગી જૈન સંખેડા (Sankheda) ફર્નિચર કલાકારોની મુલાકાતે પહોંચ્યા હતા અને જાતે ફર્નિચર કળાનો જાત અનુભવ કરવા પેઇન્ટિંગ કરી હતી અને ફર્નિચર પર ડિઝાઇન જાતે કરી આકર્ષક લુક આપ્યો હતો.
આ પણ વાંચો - Chandola Lake Demolition : આ દિવસે શરૂ થશે 'મેગા ડિમોલિશન' નો બીજા તબક્કો, તૈયારીઓ શરૂ!
કલેક્ટરે કારીગરો સાથે ફર્નિચર પર કલરકામ પણ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાનો સામાજિક, ભૌગોલિક, આર્થિક વિકાસની સાથે-સાથે સાંસ્કૃતિક વિકાસ પણ થાય તે રુંધાઈ નહીં તેની વિશેષ કાળજી સાથે છોટાઉદેપુર જિલ્લો વિશ્વનાં ફલક પર પોતાનું નામ અંકિત કરે તે દિશામાં કલેક્ટર ગાર્ગી જૈન અને તેમની ટીમ કામ કરી રહી છે. કલેક્ટર ગાર્ગી જૈને (Collector Gargi Jain) સંખેડા ફર્નિચર બનાવતા એક કારખાનાની મુલાકાત દરમિયાન કારીગરો સાથે ફર્નિચર પર કલરકામ પણ કર્યું હતું અને તેમના હૈયે વસેલ કળા પ્રેમની ભાવનાનો ઉમદા પરિચય આપ્યો છે એટલે એવું કહેવું ક્યાંય ખોટું નથી કે એક સફળ સનદી અઘિકારીમાં એક કલાકાર પણ જીવે છે.
અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો - Kutch : ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ