Chhota Udepur : ખાનગી શાળાની જેમ સરકારી શાળામાં પણ ભવ્ય વાર્ષિકોત્સવની ઉજવણી
- સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને રંગોત્સવ બાળ કુંજન 3 કાર્યક્રમ યોજાયો
- શિક્ષકોએ તન મન અને ધન લગાડીને બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું
- મહાનુભવો તથા વાલીઓ તરફથી આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો
વાર્ષિકોત્સવમાં સાઉન્ડ સિસ્ટમ, લાઈવ કેમેરા, ડ્રોન કેમેરા સાથેના રંગમંચ સાથે એક ખાનગી શાળાની જેમ ભવ્ય રીતે એક સરકારી શાળામાં કાર્યક્રમ યોજાયો છે. જેમાં બાળકોને એક અદભુત પ્લેટફોર્મની અનુભૂતિ કરાવવાના શુભ હેતુ સાથે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવતા બાળકોમાં ઉત્સાહ વધ્યો છે. છોટાઉદેપુર નગર ખાતે આવેલ પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક છોટાઉદેપુર ખાતે રંગોત્સવ બાળ કુંજન ૩ તૃતીય વાર્ષિક ઉત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો હતો.
શિક્ષકોએ તન મન અને ધન લગાડીને બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું
સામાન્ય રીતે સરકારી શાળાની જ્યારે વાત આવે ત્યારે માનવ માનસમાં એક નકારાત્મક છબી અંકિત થાય છે. કે જર્જરીત બિલ્ડીંગ, ગુણવત્તા વિહીન શિક્ષણની ફરિયાદો, અવ્યવસ્થિત હરતા ફરતા બાળકો પરંતુ આજે વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકે આવેલ પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1 ની કે જ્યાં ભૌતિક સુવિધાઓ સભરની પ્રીમાઈસીસ , ગુણવત્તા સભર શિક્ષણ, ની સાથે બાળકોમાં રહેલી સુષપ્ત શક્તિઓ બહાર આવે અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી શકાય તે માટે અહીંના શિક્ષકોએ તન મન અને ધન લગાડીને બાળકો માટે ભવ્યથી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની ભરમાળ સાથે વાર્ષિકોત્સની ઊજવણી કરી છે.
સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને રંગોત્સવ બાળ કુંજન 3 કાર્યક્રમ યોજાયો
લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને રંગોત્સવ બાળ કુંજન 3 કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓની મહેનત લગન અને શાળાના શિક્ષકો દ્વારા તન મન અને ધન થકી સહયોગ કરાતા ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો હતો.
કાર્યક્રમના સુચારા આયોજનના ભાગરૂપે અપડેટ સાઉન્ડ સિસ્ટમ, વિશાળ લાઈવ રંગમંચ, લાઈવ કેમેરા અને ડ્રોન કેમેરા સાથે શાળા સંકુલને એક દુલ્હનની માફક શણગારી રંગેચંગે ઉજવણી કરવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ઉત્સાહના પ્રાણ વાયુ પુરાયા હતા. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહાનુભવો શિક્ષકો તેમજ વાલીઓ તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો
આ પ્રસંગે શાળાના નાના નાના ભૂલકાઓ દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, એ.પી.એમ.સી.છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ, સહિત અનેક પદાધિકારી તેમજ શાળાના બાળકો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે બાળકોની મહેનત અને ધગશને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. અને હાજર મહાનુભવો શિક્ષકો તેમજ વાલીઓ તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો હતો.


